Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

જિલ્લા પંચાયતના કોંગી સભ્‍યોના દુઃખ-દર્દ જાણવા નિરીક્ષકો રવિવારે રાજકોટમાં

ભાજપે નવાજુનીની ગતિ પકડતા કોંગીએ ડેમેજ કંટ્રોલ શરૂ કર્યુ : અવિશ્વાસ દરખાસ્‍તની વાતને બ્રેકઃ ૯ સભ્‍યોને સોગંદનામા નડે છે?

રાજકોટ તા.૨૨: જિલ્લા પંચાયતના કોંગ્રેસના રર સભ્‍યોને સાંભળવા માટે પ્રદેશ નિરીક્ષકો લાખાભાઇ ભરવાડ (ધારાસભ્‍ય) અને ડો. જીતુ પટેલ (પૂર્વ ધારાસભ્‍ય) તા. રપમીએ રાજકોટ આવી રહયા છે. સવારથી જિલ્લા પંચાયત પ્રમુખના બંગલે એક-એક સભ્‍યને સાંભળવાનું શરૂ કરાશે. પંચાયતમાં બાગીઓએ શરૂ કરેલી અવિશ્વાસ દરખાસ્‍તની હિલચાલને હાલ બ્રેક લાગી ગઇ છે. ખાટરિયા જુથમાં જ રહેલા અસંતુષ્‍ટોએ પહેલા નિરીક્ષકોને રજુઆત કર્યા પછી જ અવિશ્વાસ દરખાસ્‍ત બાબતે આગળ વધવાનું નક્કી કર્યુ છે.

ભાજપે કોંગીના બાગીઓને ભાજપમા જોડવાનો પ્રયાસ કરતા અમુક સભ્‍યોને  તેનો ઇન્‍કાર કરેલ. તેના કારણે અવિશ્વાસ દરખાસ્‍તની વાત ધીમી પડી છે સમિતિઓની રચના વખતે બળવો કર્યા પછી ફરી પાર્ટીલાઇનમાં આવેલા ૮ બાગીઓઆ  કોંગ્રેસી તરફેણમાં સોગંદનામા કરેલ તે પણ અત્‍યારે સામે આવી રહયા છે. રવિવારે નિરીક્ષકો સમક્ષ રજુઆત માટે અર્જુન ખાટરિયા તરફી અને વિરોધી જુથ સજજ થઇ રહયું છે.

(11:57 am IST)