Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

મગફળી ખરીદીઃ રેવન્‍યુ કર્મચારીઓનો રાજકોટ સહિત રાજયવ્‍યાપી બહિષ્‍કારઃ આજ સાંજથી બંધ

મહેસુલ મંત્રીને રેવન્‍યુ કર્મચારી મહામંડળે જણાવી દીધુઃ નાયબ મામલતદારોને અનુભવ નથીઃ કાંઇ થાય તો જવાબદારી કોની?!

રાજકોટ તા. રર :.. ગુજરાત રાજય રેવન્‍યુ કર્મચારી મહામંડળના પ્રમુખ શ્રી દેવેશ પટેલે મહત્‍વની મીટીંગ બાદ એક આદેશ બહાર પાડી મગફળી ખરીદીમાં કોઇ કામગીરી ન કરવા રાજકોટ સહિત રાજયભરમાં મહેસુલ કર્મચારીઓ અને નાયબ મામલતદારોને જણાવી દિધુ છે, ગઇકાલે ખેડૂતોને એસએમએસ મોકલાયા હોય, એટલે આજે સાંજ સુધી કામગીરી ચાલુ રાખવા અને સાંજથી મગફળી ખરીદી પ્રક્રિયા કામગીરીમાં ન જોડાવા હુકમો કર્યા છે, દરેક  જીલ્લા મહેસુલ કર્મચારી મંડળ તથા મહેસુલ મંત્રીને પણ જાણ કરી દેવાઇ છે.

પત્રમાં સાફ સાફ ઉમેર્યુ છે કે, ખરીદી દરમિયાન કાંઇ થાય તો જવાબદારી કોની, અને નાયબ મામલતદારોને કોઇ અનુભવ પણ નથી.

મહેસુલ મંત્રીને - સચિવને પાઠવાયેલ પત્રમાં ઉમેર્યુ છે કે, ગુજરાત રાજય નાગરીક પુરવઠા નિગમ લી. ગાંધીનગર તા. ર૮-૧૦-ર૦૧૮ થી રાજયમાં ખરીફ માર્કેટીંગ સીઝન-ર૦૧૮-૧૯ માટે એમએસપી મુજબ મગફળીની ખરીદી માટે ખરીદ કેન્‍દ્ર ખાતે જરૂરી વ્‍યવસ્‍થા મુકરર કરવા સુચના થઇ આવેલ છે. માર્કેટીંગ સીઝન ર૦૧૮-૧૯ અન્‍વયે એમએસપી મુજબ મગફળીની ખરીદ પ્રક્રિયા તા. ૧પ-૧૧-ર૦૧૮ થી શરૂ કરવા સુચના થયેલ છે. આ ખરીદ પ્રક્રિયા બાબતે રાજયના તમામ જીલ્લાઓમાં આવેલ તમામ તાલુકાઓએ એ.પી.એમ.સી. ખાતે શરૂ કરવા બાબતે મહેસુલી કર્મચારીશ્રીઓની નિમણુંક કરવામાં આવેલ છે, જે ખરેખર ઘણી જ ગંભીર બાબત ગણી શકાય.

હાલમાં મહેસુલ વિભાગના નાયબ મામલતદારો પાસે વિશાળ પ્રમાણમાં કામગીરી હોઇ, તથા નાયબ મામલતદારોનો મોટા પ્રમાણમાં ઘટ હોય તેમજ વિશેષમાં આવી કોઇ કામગીરીનો અનભવ મહેસુલ વિભાગ હસ્‍કતના નાયબ મામલતદારો પાસે   ન હોઇ ભવિષ્‍યમાં કોઇ જવાબદારીના પ્રશ્નો ઉપસ્‍થિત થયે કર્મચારીઓનો બિનજરૂરી રીતે માત્ર અને માત્ર અન્‍ય ખાતા કચેરીઓની બિન અનુભવવાળી કામગીરીને લીધે ભોગ લેવાય તેવો પુરો સંભવ છે.

આથી હાલની મહેસુલ વિભાગ હસ્‍તકની સમયમર્યાદાવાળી અને ચોકકસાઇ પૂર્વકની મહેસુલ વિભાગનો તેમજ આનુયોગીક કામગીરીઓને ધ્‍યાને લેતા ખરીફ માર્કેટીંગ સીઝન-ર૦૧૮-૧૯ અન્‍વયે એમએસપી મુજબ મગફળીની ખરીદ પ્રક્રિયા કામગીરીનો રાજય મહામંડળ દ્વારા બહિષ્‍કાર કરવા આદેશ કરવામાં આવે છે.

 

(12:49 pm IST)