Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

કોર્પોરેશનની દબાણ હટાવ ટુકડીમાં માજી સૈનિકો જોડાશેઃ ઇન્સપેકટરની ૧૦ જગ્યા માટે રપ૦ ઉમેદવારો ઉમટયા

રાજકોટઃ મ્યુ. કોર્પોરેશનની દબાણ હટાવ ટુકડીમાં હવેથી માજી સૈનિકોની સેવા લેવામાં આવનાર છે. આ માટે ફીકસ પગારથી ૧૦ એન્કોચમેન્ટ રિમુવલ ઇન્સપેકટરની જગ્યા ઉપસ્થિત કરી આ જગ્યાઓ ભરવા માટે આજે ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતાં ત્યારે ૧૦ જગ્યા માટે રપ૦ જેટલા માજી સૈનિકો ઇન્ટરવ્યુ માટે ઉમટી પડયા હતાં જે તસ્વીરમાં દર્શાય છે. આ જગ્યા માટે નાયક કક્ષા કે તેથી ઉચ્ચ કક્ષાનાં નિવૃત લશ્કરી અધિકારીની લાયકાત નકકી થઇ છે જેમાં ૧ ઇન્સપેકટરની પાંચ વર્ષ માટે ત્થા અન્ય ઇન્સપેકટરને ૬ મહિના માટે હંગામી ધોરણે નિમણુંકો અપાશે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:12 pm IST)