Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

નોરતુ છઠ્ઠુઃ દુર્ગામાંનું ષષ્ટમું સ્વરૂપ માઁ કાત્યાયનો આરાધના ગરબો

રાજકોટ : અંધકારમાંથી પ્રકાશ તરફ અનાચારમાંથી સદાચાર તરફ અવગુણો માંથી સદગુણો તરફ અને આસુરી શકિતઓને હણી માનવજાતને અભય દાન આપનાર ર્માં દુર્ગાની નવરાત્રીનો છઠ્ઠો દિવસ એટલે છઠ્ઠું નોરતું. છઠ્ઠા નોરતે ર્માં  દુર્ગા ર્માં  કાત્યાયની રૂપે પ્રગટયા ર્માં  કાત્યાયની મહિષાસુર-મર્દિની તરીકે પૂજવામાં આવે છે કાત્યાયનીએ દસભુજાળી માતા છે કે સિંહ પર અસવાર માઁ દુર્ગાનું ભયંકર વિકરાળ રૂપ છે માઁનું  શસ્ત્ર ખડગ છે. ખડધારીમાઁ કાત્યાનીએ અસુર મહિસાસુરનો વધ કર્યો હતો. માઁ કાત્યાયની અર્થ કામ મોક્ષના દેવી છે તેમના એક હાથમાં પદમ કમળ શોભે છે માતા-પિતા રાધા અને રૂક્ષ્મણી એ સુંદરવર વરવા માઁ કાત્યાયનીનું વ્રત કરેલું.

માતાજીના મ્હોરા-ધૂપેડીયા આરાધના ગરબો

 માઁ ભગવતી ના આશીર્વાદથી કોરોના મહામારીના અવરોધો વચ્ચે અકિલા કંકણ શકિત-આરાધનાની જ અજર-અમર ભાવે માઁ આહલેખ સાથે જગાવી રહ્યું છે પ્રથમ નોરતે ગરબા બીજા નોરતા નવવાટી દિવી, ત્રીજા નોરતે દીવાજાગ, ચોથા નોરતે  માંડવડી અને પાંચમાં નોરતે માતાજીના મંદિર ફુલ માંડવડી અને આજે છઠ્ઠા નોરતે માઁ નવદુર્ગાના નવભાવને ઘંટ મંદિરમાં બિરાજેલા કાત્યાયની માઁના ચરણોમાં માતાજીના મોઢા અને અગર ચંદનના ધુપે ધુપેડીયા ના ધુમાડે જય આધ્યાશકિત માઁની આરાધના ગરબો ધર્યો છે.

છઠ્ઠુ નોરતું: છ ઘંટારવઃ છ તાલીઃ ૬  ચપટી આરાધના ગરબો

ગરબા વૃંદે છ ઘંટારવને,  છ તાલી, છ ચપટીના ફ્યુઝન સાથે શિર પર માતાજીના મ્હોરા ધરી અને હાથમાં ધુપથી મહેકતા ધુપેડીયાઓના  ગરબાની જેમ સાથે આદ્યશકિત-આરાધના ગરબાને ઉજાવ્યો છે.

 તસવીરમાં ઘંટારવ માઁના મંદિરમાં બિરાજેલા કાત્યાયની રૂપે રોશની રીષભ કંકણ અને માથા પર માતાજીના મ્હોરા અને હસ્તે ધૂપેલીયા સાથે ગરબે ઘૂમતી બહેનો શીર પર માઁ મ્હોરા અને છટા હાથે તાલી ચપટીથી ગરબે ઘુમતી  કંકણની  હિરલ લોટીયા, મીમાંસા રૂપારેલીયા, સ્તુતી પંડ્યા, શુભશ્રી આચાર્ય, દિપાલી વાડોલીયા માઁ કાત્યાયનીનો જય જય કાર ગાતા ભાવ મુદ્રામાં જોવા મળે છે.

(4:11 pm IST)