Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

અમરનાથ સોસાયટીમાં મકાનમાંથી દારૂની પ૦ બોટલ સાથે વિજય પકડાયો

રાજકોટ તા. રરઃ ઢેબર રોડ પર આવેલી અમરનાથ સોસાયટીના મકાનમાં ભકિતનગર પોલીસે દરોડો પાડી દારૂની પ૦ બોટલ સાથે એક શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ ભકિતનગર પોલીસ મથકના પી.આઇ. જે. ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે. બી. પટેલ, હેડ કોન્સ. રણજીતસિંહ પઢારીયા, સલીમભાઇ, હીરેનભાઇ, વિશાલભાઇ બસીયા, વાલજીભાઇ જાડા, વિશાલભાઇ દવે, રાજેશભાઇ, ભાવેશભાઇ મકવાણા, હિતેન્દ્રસિંહ, મનીષભાઇ, દિવ્યરાજસિંહ અને મૈસુરભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ. વિશાલભાઇ દવે અને વિશાલભાઇ બસીયાને મળેલી બાતમીના આધારે ઢેબર રોડ અમરનાથ સોસાયટી શેરી નં. પ માં મકાનમાં દરોડો પાડી રૂ. રપ હજારની કિંમતની દારૂની પ૦ બોટલ સાથે વિજય ધીરૂભાઇ ગજેરા (ઉ.વ. ૪ર) (રહે. અમરનાથ સોસાયટી-પ) ને પકડી લીધો હતો.

(3:16 pm IST)