Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

પથરીના દુઃખાવાથી કંટાળી વિજય કુબાવતનો ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત

અટીકા ફાટક પાસે બનાવઃ ત્રણ વખત ઓપરેશન કરાવ્યું છતાં દુઃખાવો દુર ન થતા બાવાજી યુવાને પગલું ભર્યુ

રાજકોટ તા ૨૨ :  અટીકા ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી બાવાજી યુવાનેે આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

પથરીનું ઓપરેશન કરાવ્યું છતાં દુઃખાવો દૂર ન થતા બાવાજી યુવાને પગલું ભર્યાનું ખુલ્યું છે.

મળતી વિગત મુજબ રણુંજા મંંદિર પાસે ઋષી પ્રસાદ સોસાયટીમાં રહેતો વિજય ગુલાબદાસભાઇ કુબાવત (ઉ.વ.૨૨) એ ગઇકાલે અટીક ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઇ જે.એ ખાચર અને રાઇટર રવીન્દ્રસિંહ સહિતે સ્થળ પર પહોંચી તનપાસ હાથ ધરી છે. મૃતક વિજય રીક્ષા ચલાવતો હતો તેને સંતાનમાં એક પુત્ર છે. તેે ચાર ભાઇમાં બીજા નંબરનો હતો.તેણે અગાઉ ત્રણ વખત પથરીનું ઓપરેશન કરાવ્યું હોઇ છતાં દૂઃખાવો દૂર ન થતા તેણે આ ણગલું ભર્યુ હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યું છે. (૩.૭)

(3:42 pm IST)