Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

સરદારનગરમાં ભાડાની રૂમમાં સટ્ટો રમતાં બે કાઠી શખ્સને ક્રાઇમ બ્રાંચે પકડ્યા

રાજદિપ વાળા અને રઘુવીર કોટીલાની ધરપકડઃ કપાત ખાનાર તરીકે વડીયાના ધર્મેન્દ્ર વાળાનું નામ ખુલ્યું: ૪૬ હજારનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ તા. ૨૨: સરદારનગર વેસ્ટ-૨ શિવશકિત નામના રૂમમાં ક્રાઇમ બ્રાંચે દરોડો બે કાઠી શખ્સો રાજદિપ હરેશભાઇ વાળા (ઉ.૨૪-મુળ મોટા દેવળીયા તા. બાબરા) અને રઘુવીર રામકુભાઇ કોટીલા (ઉ.૩૧-રહે. ગોકુલધામ સોસાયટી બ્લોક નં. ૫૫)ને અફઘાનીસ્તાન-પાકિસ્તાનની એશિયા કપની મેચ પર સટ્ટો રમતાં પકડી લઇ રૂ. ૧૧ હજાર  રોકડા, ચારમોબાઇલ ફોન રૂ. ૩૫ હજારના તથા કાગળની ચીઠ્ઠી ૨, બોલપેન ૧ કબ્જે લઇ બંનેની ધરપકડ કરી હતી.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જયદિપસિંહ સરવૈ્યા અને પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ પીએસઆઇ બી.ટી.ગોહિલ, હેડકોન્સ. પ્રદિપસિંહ જાડેજા, કોન્સ. કુલદીપસિંહ જાડેજા, વિક્રમભાઇ લોખીલ, જયદિપસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ ઝાલા, જીજ્ઞેશભાઇ મારૂ, હિરેન્દ્રસિંહ પરમાર સહિતે આ દરોડો પાડ્યો હતો. આ મકાનની અન્ય રૂમમોમાં બીજા છાત્રો પણ રહે છે. પ્રાથમિક પુછતાછમાં આ બંને વડીયાના ધર્મેન્દ્ર વાળા પાસે કપાત કરાવતાં હોવાનું ખુલ્યું છે. (૧૪.૧૧)

(3:42 pm IST)