Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

જાળીયા ગામ, ગાંધીગ્રામ, જ્ઞાનજીવન સોસાયટી અને મોચીબજારમાં તિનપત્તી-ઘોડીપાસા રમતાં ૩૧ પકડાયા

દારૂ-જૂગારની પ્રવૃતિઓ નાબુદ કરવાની પોલીસ કમિશ્નરની ઝુંબેશ યથાવતઃ ઠેર-ઠેર દરોડાઃ ક્રાઇમ બ્રાંચ, ગાંધીગ્રામ પોલીસ, એ-ડિવીઝન પોલીસઃ ગાંધીગ્રામ પોલીસે પકડેલા જૂગારધામમાં વૃધ્ધ દંપતિ અને ડોસીઓ પણ સામેલ

રાજકોટ તા. ૨૧: પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયા, એસીપી ભરત બી. રાઠોડે દારૂ-જૂગારની પ્રવૃતિ નાબૂદ કરવા સુચના આપી હોઇ તે અંતર્ગત દરોડા પાડવામાં આવ્યા હતાં.  ક્રાઇમ બ્રાંચે જાળીયા ગામેથી ૧૦ શખ્સોને તિનપત્તી રમતાં પકડી લીધા હતાં. ગાંધીગ્રામ પોલીસે બે દરોડામાં મહિલા સંચાલિત જૂગારધામ તથા વૃધ્ધ સંચાલિત જુગારધામ પકડી ૧૮ને પકડ્યા હતાં.  એ-ડિવીઝન પોલીસે ઘોડીપાસાના પાટલામાંથી ૩ને પકડી લીધા હતાં. જ્યારે ક્રાઇમ બ્રાંચની અન્ય ટીમે દારૂનો જથ્થો પકડ્યો હતો.

જાળીયા ગામમાં ક્રાઇમ બ્રાંચનો દરોડો

ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ બી.ટી. ગોહિલ, જયદિપસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ ઝાલા, કુલદિપસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, અમીનભાઇ, વિક્રમભાઇ, જીજ્ઞેશભાઇ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કુલદીપસિંહ, જયદિપસિંહ, પ્રદ્યુમનસિંહને બાતમી મળતાં જાળીયા ગામે પ્રેમજી રાજાભાઇ ચાવડા (ઉ.૫૨)ના ઘરમાં દરોડો પાડી તેને તથા રૂખડ વરીમભાઇ દેવીપૂજક (ઉ.૩૫), સંજય રમેશભાઇ ઝીંઝુવાડીયા (ઉ.૩૦), ભરત ગાંગજીભાઇ ચાવડા (ઉ.૩૫), કિશોર મોહનભાઇ કેરાળીયા (ઉ.૪૩), આકાશ વજુભાઇ ચાવડા (ઉ.૧૯), હેમત કાનજીભાઇ ચાવડા (ઉ.૩૨), તુલસીશ્યામ મેઘશ્યામ ગોસ્વામી કઉ.૨૪), જેન્તી મંગાભાઇ ચાવડા (ઉ.૪૫) અને અશોક નાનુભાઇ દેવીપૂજક (ઉ.૨૫)ને પકડી લઇ રૂ. ૬૦૫૦૦ની રોકડ અને ગંજીપાના કબ્જે લીધા હતાં.

ગાંધીગ્રામ પોલીસના બે સ્થળે ઘરમાં દરોડા

ગાંધીગ્રામ પોલીસે ગાંધીગ્રામ ગાંધીનગરમાં મોચી વૃધ્ધાના ઘરમાં દરોડો પાડી તેને તથા બીજી આઠ મહિલાઓને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૧૧૯૭૦ની રોકડ કબ્જે લીધી છે.

પોલીસે ગાંધીનગર-૫માં જય અંબે કૃપા નામના મકાનમાં દરોડો પાડી ઘરધણી ઇન્દુબેન વિનોદભાઇ પરમાર (મોચી) (ઉ.૫૮), બીનાબેન બળવંતભાઇ રાજા (ઉ.૩૬-રહે. ગાંધીગ્રામ-૯/૧ા, ચંદ્રીકાબેન બાબુભાઇ ચોૈહાણ (ઉ.૩૦-રહે. ગાંધીનગર-૮), મુકતાબેન ભગવાનજીભાઇ મકવાણા (ઉ.૪૫-રહે. ગુરૂજીનગર આવાસ કવાર્ટર-૧૪૩), હેમાક્ષીબેન હિતેષભાઇ સવજાણી (ઉ.૪૨-રહે. ગાંધીગ્રામ-૯), ઉષાબેન પ્રવિણભાઇ ભટ્ટી (ઉ.૫૮-રહે. એ. જી. સોસાયટી બ્લોક-૪), પારૂલબેન કિરીટભાઇ કક્કડ (ઉ.૪૩-રહે. ગાંધીગ્રામ-૮), મીનાબેન જસવંતસિંહ બેસ (ઉ.૪૨-રહે. રેલનગર અરવિંદ ટાઉનશીપ બી-૨૦૨) તથા જયશ્રીબેન પ્રકાશભાઇ ચોૈહાણ (ઉ.૪૬-રહે. મીરાનગર-૫)ને પકડી લઇ ગંજીપાના અને રૂ. ૧૧૯૭૦ રોકડા કબ્જે લીધા હતાં.

આ ઉપરાંત જ્ઞાનજીવન સોસાયટી-૧માં જેન્તી દેવજીભાઇ લાડવા (ઉ.૬૦)ના ઘરમાં દરોડો પાડી તેને તથા તેના પત્નિ ચંદ્રીકાબેન જેન્તીભાઇ લાડવા (ઉ.૫૫), દિવ્યાબેન હર્ષદભાઇ દુદકીયા (ઉ.૫૦-રહ. શિવમ્ પાર્ક), રમાબેન મોહનભાઇ વાઘેલા (ઉ.૭૨-જીવનનગર-૧), નિરૂબેન રમેશભાઇ સાવલીયા (ઉ.૫૦-રહે. રૈયા ચોકડી), જયાબેન નટવરલાલ સાપરીયા (ઉ.૭૦-રહે. જ્ઞાનજીવન સોસાયટી), કલ્પાબને યોગેન્દ્રભાઇ રાવલ (ઉ.૫૮-રહે. જ્ઞાનજીવન સોસાયટી), મંજુલાબેન મનસુખલાલ સાગર (ઉ.૬૬-રહે. જીવનનગર-૧) અને શિલ્પાબેન દિપકભાઇ દોશી (ઉ.૪૮-રહે. જીવનનગર)ને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૧૦૮૦૦ની રોકડ કબ્જે લીધી હતી.

બંને દરોડામાં પી.આઇ. વી. વી. ઓડેદરાની રાહબરીમાં પીએસઆઇ જે. એમ. ભટ્ટ, હેડકોન્સ. રાહુલભાઇ વ્યાસ, કોન્સ. કિશોરભાઇ ઘૂઘલ, વનરાજભાઇ લાવડીયા, હિતેન્દ્રસિંહ ઝાલા, વિરભદ્રસિંહ ગોહિલ, કનુભાઇ બસીયા, દિવ્યરાજસિંહ જાડેજા, મહિલા કોન્સ. વર્ષાબેન સોલંકી, ભૂમિબેન સોલંકી સહિતની ટીમ જોડાઇ હતી.

મોચી બજારમાં  એ-ડિવીઝન પોલીસે દરોડો પાડ્યો

મોચી બજાર ખાટકીવાસ વ્હોરા મસ્જીદની સામે બંધ શેરીમાં ઘોડીપાસાનો પાટલો શરૂ થયાની બાતમી એ-ડિવીઝનના નરેશભાઇ ઝાલા, કરણભાઇ વિરસોડીયા અને જગદીશભાઇ વાંકને મળતાં દરોડો પાડી રહેમાન કરીમભાઇ કારવા (ઉ.૩૬-રહે. રોહીદાસપરા મેઇન રોડ ચામડીયા ખાટકીવાસ), રઝાક અલ્લારખાભાઇ શેખ (ઉ.૩૬-રહે. હાજીપીરની દરગાહ પાસે રૂખડીયા રેલ્વે કોલોની પાછળ) તથા સાહિલ ફિરોઝભાઇ કોચલીયા (ઉ.૨૦-રહે. હનુમાન મઢી પાછળ રંગ ઉપવન સોસાયટી પાછળ સંડેરી ડેરીના ખુણે)ને પકડી લઇ રૂ. ૨૬૧૦૦ રોકડા અને બે નંગ ઘોડીપાસા કબ્જે લીધા હતાં.

એસીપી પૂર્વ બી. બી. રાઠોડની રાહબરી હેઠળ એ-ડિવીઝન પી.આઇ. એન. કે. જાડેજા, પીએસઆઇ એસ. વી. સાખરા, એએસઆઇ શિવરાજસિંહ જાડેજા, રામગરભાઇ ગોસાઇ, હેડકોન્સ. હારૂનભાઇ ચાનીયા, ભરતસિંહ ગોહિલ, ઇન્દ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. મેરૂભા ઝાલા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, નરેશભાઇ ઝાલા, કરણભાઇ વિરસોડીયા, જગદીશભાઇ વાંક અને હાર્દિકસિંહે આ દરોડો પાડ્યો હતો.

કોન્સ. મિતાલીબેન અને હરદેવસિંહની બાતમી પરથી દારૂનો દરોડો

પીએસઆઇ મહાવીરસિંહ બી. જાડેજા, એએસઆઇ જયદિપસિંહ રાણા, હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા, યોગેન્દ્રસિંહ જાડેજા, કોન્સ. શોૈકતખાન, યોગીરાજસિંહ જાડેજા, અમિતભાઇ ટુંડીયા, મહિલા કોન્સ. મિતાલીબેન ઠાકર સહિત પેટ્રોલીંગમાં હતાં ત્યારે હરદેવસિંહ જાડેજા અને મિતાલીબેન ઠાકરની બાતમી પરથી જંગલેશ્વર મેઇન રોડ ભીમરાવ ચોક પાસેથી ઇમરાન ઉર્ફ ટીકો અસીમભાઇ ઉમરેટીયા (ઉ.૩૧-રહે. જંગલેશ્વર)ને રૂ. ૭૪૪૦ના ૧૫ બોટલ દારૂ સાથે પકડી લેવાયો હતો. (૧૪.૫)

(4:05 pm IST)