Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

રાજ્યસભામાં ચૂંટાયેલા સાંસદ અભયભાઈ ભારદ્વાજ સેલ્ફ હોમ ક્વોરેન્ટાઇન :કોરોના ટેસ્ટ નેગેટિવ

તેમની તબિયત એકદમ સ્વસ્થ છે.ચિંતાનું કોઈ કારણ નથી

રાજકોટ : અભયભાઈ ભારદ્વાજ હોમ ક્વોરન્ટાઈન થયા છે તેઓનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે ભારતીય જનતા પક્ષના રાજ્યસભામાં ચૂંટાઈ આવેલા સાંસદ શ્રી અભય ભારદ્વાજ સેલ્ફ હોમ ક્વોરન્ટાઇન થયા છે. કોરોના પોઝિટિવ આવેલા કોંગ્રેસના ભરતસિંહ સોલંકી ના સંપર્કમાં આવ્યા પછી તરત તેમણે કોરોના ટેસ્ટ કરાવી લીધી હતી, જે નેગેટિવ આવ્યાનું તેમના નાના ભાઈ અને સૌરાષ્ટ્રના ભાજપના વરિષ્ઠ નેતા શ્રી નીતિન ભારદ્વાજએ અકિલા જણાવ્યું હતું. આમ છતાં અભય ભાઈ પોતાની જાતે જ સાત દિવસ માટે ક્વોરન્ટાઈન થયાનું કહ્યું છે. તેમની તબિયત એકદમ સ્વસ્થ છે.ચિંતાનું કોઈ કારણ નથી,

(11:22 pm IST)