Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

શાળાઓના ફી સામે હવે જાગો ભારત સંગઠન દ્વારા લડત : ઓનલાઇન શિક્ષણ બંધ કરો

સોશ્યલ મીડીયાના માધ્યમથી ૧૮૦૦ વાલીઓ જોડાયાઃ રજુઆત

રાજકોટઃ જાગો ભારત અંતર્ગત વાલીઓ ફી પ્રશ્ને લડત હાથ ધરી રહ્યા છે.

રાજકોટ, તા. રર :  કોરોનાની મહામારીમાં ખાનગી શાળાઓના સંચાલકો ફીની ઉઘરાણી કરે છે અને ફી માટે ઓનલાઇન શિક્ષણ ચાલુ કર્યુ છે તેની સામે જાગો ભારત  સંગઠન લડત ચલાવી રહ્યું છે જેના સોશ્યલ મીડીયાના માધ્યમથી ૧૮૦૦ની વધુ વાલીઓ જોડાયા છે.

જાગો ભારતના અધ્યક્ષ અલ્પેશ વેકરીયાની યાદીમાં જણાવ્યું છે કે જાગો ભારત એક બીન રાજકીય સંસ્થા છે.૧પ મુદ્દામાંથી ૯માં મુદ્દા ઉપર સંસ્થાના હોદ્દેદારો  કામ કરે છે. રાજકોટની સ્કુલના વાલીઓ સાથે રહીને હાલની કોરોના સંક્રમણની મહામારીને અનુસંધાને તેમજ લોકડાઉનમાં જે  વાલીઓની આર્થિક સ્થિતિ ખુબ જ ખરાબ હોવા છતાં  સ્કુલ સંચાલક દ્વારા જે પુરેપુરી ફી ઉઘરાવતા હોય, તેમજ ઓનલાઇન શિક્ષણ દ્વારા અભ્યાસ શરૂ કરેલ છે જે બાળકોની આંખો માટે હાનિકારક હોવા છતાં ચાલુ રાખેલ છે  વિદ્યાથીની ફી વાલી ન જમા કરાવે તેને સ્કુલમાંથી લીવિંગ સર્ટીફીકેટ કઢાવી લેવાની ધમકી આપે છે તેના વિરોધમાં એક  આંદોલન કરી રહ્યા છીએ. આ લડત વિદ્યાર્થીના હિત તેમજ વાલીઓને લોકડાઉનને કારણે જે આર્થિક માર પડયો છે તેને લીધે આ આંદોલન કરવાની ફરજ પડેલી છે. અકિલા કાર્યાલય ખાતે જાગો ભારતના અધ્યક્ષ અલ્પેશ વેકરીયા, શબ્બીરભાઇ કુરેશી, સચીનભાઇ દેસાઇ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(4:26 pm IST)