Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

સરકારી અધિકારીઓ-કર્મચારીઓએ યોગ કર્યા

રાજકોટઃ કોવીડ -૧૯ના સંક્રમણને કારણે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરેક સરકારી કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ તથા તેમના પરિવારજનોએ ઘરે રહીને જ શારિરીક-માનસિક રીતે સ્વસ્થ રહેવા યોગ-પ્રાણાયમ કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી. 'યોગ કરીશું,કોરોના હરાવીશુ'ના સંકલ્પ સાથે સરકારી કર્મચારીઓએ દ્વારા કરેલી યોગની વિવિધ મુદ્રાઓના ફોટા સોશ્યિલ મીડિયા ઉપર શેર કર્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આર.એસ.ઉપાધ્યાયના જણાવ્યાનુસાર રાજકોટ જિલ્લાના શિક્ષકોએ પણ તેમણે કરેલા યોગ મુદ્રાના ફોટો અને વીડિયો સોશ્યિલ મીડિયા પર અપલોડ કર્યા છે.  રાજકોટ શહેરની પ્રાથમિક શાળાના ૭૫૦ જેટલા શિક્ષકો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ૯૦૦ જેટલા શિક્ષકો, ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ૨૧૦૦જેટલા શિક્ષકો, નોન ગ્રાન્ટેડ ખાનગી પ્રાથમિક શાળાના ૬૪૦૦ જેટલા શિક્ષકો, નોન ગ્રાન્ટેડ ગ્રામ્ય ઉચ્ચતર માધ્યમિક શાળાના ૧૧૦૦૦ જેટલા શિક્ષકો, ગ્રાન્ટેડ ગ્રામ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ૧૫૦૦ શિક્ષકો દ્વારા કરેલ યોગના ફોટો અને વીડિયો સોશ્યિલ મીડિયામાં અપલોડ કરીને યોગ દિવસની અનેરા ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી. આ તકે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી ડી.જે.વાઘેલાએ જણાવ્યુ હતું કે, રાજકોટ જિલ્લામાં જેટલી પણ સરકારી કચેરી તેમના પરિવારજનો દ્વારા યોગા કર્યા છે તેમના ફોટા સહિતની વિગતોનું સંકલન કરીને ગાંધીનગર ખાતે મોકલવામાં આવશે.

(4:12 pm IST)