Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

કાલથી ફરી રાજકોટ-મુંબઈ ફલાઈટ શરૂ થશે

એર ઈન્ડીયા દ્વારા તા. ૨૩, ૨૫, ૨૭ અને ૩૦મી જૂને સાંજે ઉડાન ભરશેઃ મુસાફરો મળશે તો જ વિમાન સેવા ચાલુ રહેશે અન્યથા ફરી બંધ

રાજકોટ, તા. ૨૨ :. કોરોના સંક્રમણ વચ્ચે અનલોક-૧ના પ્રારંભે રાજકોટથી હવાઈ સેવાનો પ્રારંભ તો થયો પરંતુ મુસાફરો મળવા મુશ્કેલ બનતા સ્પાઈસ જેટની મુંબઈની ફલાઈટ શરૂ થઈ અને બંધ થઈ ગઈ ત્યારે આવતીકાલથી એર ઈન્ડીયાની મુંબઈની ફલાઈટ શરૂ થશે. જે ૩૦મી જૂન સુધી ઉડાન ભરશે.

૨૩મી જૂનથી રાજકોટ-મુંબઈની એર ઈન્ડીયાની ફલાઈટ શરૂ થઈ રહી છે. જે સાંજે ૧૬.૪૦ વાગ્યે રાજકોટ પહોંચી ૧૮.૨૦ વાગ્યે મુંબઈ જવા પ્રસ્થાન કરશે. આ ફલાઈટ ઉપરોકત સમયે જ ૨૫, ૨૭ ને ૩૦ મી જૂનના ઉડાન ભરશે. મે માસના અંતે સ્પાઈસ જેટની મુંબઈની ત્રણ ફલાઈટ ઉડાન ભરી હતી. જો કે પુરા મુસાફરો જ ન મળતા ફલાઈટ બંધ કરી દેવાઈ હતી. જૂન માસની શરૂઆતથી રાજકોટથી હવાઈ સેવા બંધ છે. હવે ૨૩મી જૂનથી શરૂ થનારી એર ઈન્ડીયાની ફલાઈટ ૩૦મી જૂન સુધી ચાલુ રહેશે. જેમાં રાજકોટથી મુંબઈ જવા માટેના પુરતા મુસાફરોનો ટ્રાફીક મળી રહેશે તો જ તા. ૧ જુલાઈથી મુંબઈ જવા માટેની હવાઈ સેવા યથાવત રહેશે અન્યથા ફરી મુંબઈની ફલાઈટ બંધ થઈ જશે.

(4:06 pm IST)