Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

૧૫ હજારની લાંચ કેસમાં ઇન્કમ ટેકસ અધિકારીની ધરપકડઃ કાલે રિમાન્ડ મંગાશે

બેંક એકાઉન્ટ, લોકર, પ્રોપર્ટીની થશે તપાસ

રાજકોટ, તા., ૨૨: ઇન્કમ ટેકસ રિટર્નની કવેરી સોલ્વ કરી આપવાના બદલામાં ર૦ હજાર માંગી ૧પ હજાર લાંચ લેવાના મુદ્દે એન્ટી કરપ્શન વિભાગે મૌલેશ પ્રવિણચંદ્ર મહેતા (ઉ.વ.પ૯)ની સામે ગઇકાલે ગુન્હો નોંધ્યો હતો. આજે આ અધિકારીની ધરપકડ કરવામાં આવી છે.

તપાસનીસ પીઆઇ આર.આર. સોલંકીએ જણાવ્યુ઼ હતું કે, ફરીયાદીએ એસીબીને આપેલી અરજી સંદર્ભે થયેલી કાર્યવાહીમાં એમ.પી.મહેતા સામે એન્ટીકરપ્નશન એકટ હેઠળ વિધિવત ગુન્હો નોંધાયો હતો.સવા વર્ષ પહેલા લાંચની રકમ સ્વીકારવામાં આવી હતી. જે અંગેના રેકોર્ડીગ અને અન્ય પુરાવાઓને ધ્યાને રાખી ગુન્હો નોંધવામાં આવ્યો હતો. આજે ઇન્કમટેકસ ઓફીસર મૌલેશ મહેતાનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા ધરપકડ કરવામાં આવી છે.  આવતીકાલે ૪ દિવસની રીમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવશે. બેંક અકાઉન્ટ અને લોકરો ઉપરાંત તેમની સંપતિ વિષે પણ તપાસ કરવાની બાકી હોવાનું કારણ રજુ કરી કોર્ટમાં ૪ દિવસના રિમાન્ડ માંગવામાં આવશે તેવું પીઆઇ સોલંકીએ જણાવ્યુ઼ હતું.

(4:06 pm IST)