Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

કોઠારીયા ગામ પાસે કારખાનામાં છોટાહાથીમાં દારૂની ૧૫૬ બોટલ સાથે અવધેશ પાંડે પકડાયો

રાજકોટઃ. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સૂચનાથી આજી ડેમ પોલીસ મથકના પી.આઈ. વી.જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.એમ. ઝાલા, સી.એસ. પટેલ, હેડ કોન્સ. કનકસિંહ સોલંકી, ભરતસિંહ પરમાર, શૈલેષભાઈ ભીસડીયા, મહેન્દ્રભાઈ પરમાર, શૈલેષભાઈ ગઢવી, કુલદીપસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા અને દિગ્વીજયસિંહ ઝાલા સહિત પેટ્રોલીંગમા હતા ત્યારે પીએસઆઈ એમ.એમ. ઝાલા, શૈલેષભાઈ ગઢવી અને દિગ્વીજયસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે કોઠારીયા ગામ નજીક સોલવન્ટ ફાટક પાસે આવેલા સાગર મેટલ નામના કારખાનામાં દરોડો પાડી જીજે ૩એ ઝેડ ૨૬૪૬ નંબરના છોટાહાથીમાંથી રૂ. ૪૬૮૦૦ની કિંમતની દારૂની ૧૫૬ બોટલ મળી આવતા અવધેશ ગુલાબશંકર પાંડે (ઉ.વ. ૩૭, રહે. કારખાનામાં, મૂળ દાદરા અને નગર હવેલી)ને પકડી લઈ કાર્યવાહી કરી હતી.

(4:04 pm IST)