Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

જયેશ રાદડિયા જિલ્લા પંચાયતની મુલાકાતે : ડી.ડી.ઓ. સાથે ચર્ચા

પંચાયતમાં રાજકીય ગરમાવો : કંડોરણાના પ્રશ્નો માટે આવ્યાનો દાવો

રાજકોટ, તા.રર : રાજયના કેબીનેટ મંત્રી શ્રી જયેશ રાદડિયાએ આજે જિલ્લા પંચાયતની કચેરીની મુલાકાત લઇ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ રાણાવાસિયા સાથે મુલાકાત કરતા માહોલ ગરમાયો છે. સામાન્ય રીતે કેબીનેટ મંત્રી ડી.ડી.ઓ.ને મળવા પંચાયત કચેરીએ આવતા હોતા નથી, પરંતુ આજે શ્રી રાડિયા આવતા કોઇ મહત્વનો મુદ્દો હોવાનું માનવામાં આવે છે.

જયેશ રાદડિયાને પૂછતા તેમણે અકિલાને જામકંડોરણા ગ્રામ પંચાયતને લગતા પ્રશ્નોની ચર્ચા માટે સ્થાનિક આગેવાનોને સાથે રાખીને ડી.ડી.ઓ. સાથે બઠક યોજી હતી. વહીવટી પ્રક્રિયામાં સરળતા માટે હું પંચાયત કચેરીએ ગયો હતો. મુલાકાતનો અન્ય કોઇ હેતુ હતો નહિ.

(3:54 pm IST)