Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

કોઠારીયા રોડ પર સુભાષ સર્કલ ચોકમાં વરસાદી પાણી નિકાલની સમસ્યા ઉકેલો

રાહદારીઓ ત્રાહીમામ : અનેક વખત રજુઆત કરવા છતાં પરિસ્થિતિ જૈસે થે : સામાજીક કાર્યકર સવજીભાઇ ફળદુએ મ્યુ. કમિશ્નરને પત્ર પાઠવ્યો

રાજકોટ, તા. રર :  શહેરના કોઠારીયા રોડ પર આવેલા સુભાષ સર્કલ ચોક ,હરી ધવા રોડ વિસ્તારમાં વરસાદી પાણી નિકાલની સમસ્યા હલ કરવા સામાજીક કાર્યકર સવજીભાઇ ફળદુ દ્વારા મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલને પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે.

આ અંગે સવજીભાઇએ પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે  વોર્ડ નં ૧૭ તથા ૧૬ ના વિસ્તારોની હદમાં આવેલ કોઠારીયા ૮૦ ફુટ રોડ ઉપરના સુભાષનગર સર્કલ ચોક પાસે તથા હરિદ્યવા માર્ગ, નંદા હોલ પાસે દર વર્ષો વર્ષ ચોમાસું વરસાદની ઋતુમાં પાણી ભરાઈને પુર આવતુ હોવાથી નીચાણવાળા રેસીડન્ટ તથા કોર્મશિયલ દ્યર દુકાન અંદર પાણી આવીને ભરાઈ જતુ હોવાથી દ્યરની ઘરવખરી સામાન તથા દુકાન અંદરના માલ સામાન પાણીથી પલળી જવાથી નુકશાની થાય છે તથા તે રસ્તા ઉપર પગપાળા હલન ચલન અવર જવર કરતા લોકો ત્યાથી પસાર થાય તો પુરના પાણીની અંદર પડી જાય, તણાય જાય ત્યારે અવાર નવાર જોતા લોકો તેમની મદદે પહોચીને બહાર લાવીને તેમની જીંદગી બચાવી લેવાના બનાવો બનતા આવે છે તથા હળવા ભારે વાહનો પાણીના પુરની અંદર વાહને અવર જવર કરતા લોકોના વાહનો બંદ્ય થઈ જાય ત્યારે પગપાળા હાથેથી વાહન પાણીમા દોરીને લઇ જવાની પારાવાર મુશ્કેલીઓથી લોકો ત્રાહીમામ પોકારી ગયેલ છે તેથી ત્યાના રેસીડન્ટ તથા કોર્મશિયલ મકાન દુકાનના લોકોએ તથા સામાજીક કાર્યકરોએ અનેક વખત દર ચોમાસુ વરસાદના પાણીની ઋતુમાં દર વર્ષો વર્ષ લેખીત તથા મૌખિક રજૂઆતો  કરવા છતાં પરિસ્થિતિ જૈસે થે વૈસે જોવા મળી રહી છે.

અધિકારીઓ સ્થળ તપાસ સર્વે કરવા આવે ત્યારે ચોમાસું વરસાદ પછી પાણી ભરાઇ છે તેનો નિકાલ કરાવી અપાવાની લોલીપોપ હુલામણી બાહેઘણીના  બાંહેધરી ન આપી. આ પ્રશ્નના નિકાલ તાકિદે કરવા લતાવાસીઓએ માંગ કરી છે.

(3:07 pm IST)