Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

મવડી-મણીનગરમાં યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ

રાજકોટ : જરૂરતમંદ દર્દીઓને રકત મળી રહે તેવા હેતુથી મવડી પ્લોટ મણીનગર -૯ ખાતે ગત રવિવારે રકતદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. વરસાદ ચાલુ હોવા છતા રકતદાતાઓએ બહોળી સંખ્યામાં ઉમટી પડી રકતદાન કર્યુ હતુ. સમગ્ર આયોજનને સફળ બનાવવા બાલાભાઇ વાછાણી, વિજયભાઇ વાંક, સંજયભાઇ અજુડીયા, વિમલભાઇ આંબલીયા, અજીતભાઇ હુંબલ, દાદુભાઇ આહીર, સુરેશભાઇ પટેલ, ઉમેશભાઇ ગોસ્વામી, ગોપાલભાઇ પટેલ, ધીરૂભાઇ ફાચરા, દીલીપભાઇ સોરઠીયા, મનસુખભાઇ ગોલતર, નારણભાઇ ચાવડીયા, ગોપાલભાઇ લામકા, મહેક ઇન્ડ.વાળા મુકેશભાઇ, ભાણાભાઇ પટેલ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:05 pm IST)