Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

યોગ દિવસની ઉજવણી કરતાં સાંસદ અને મેયર સહિતના પદાધિકારીઓ

રાજકોટઃ૨૧ જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ છે. ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે રાજય સરકારના યોગ બોર્ડ દ્વારા 'યોગા એટ હોમ, યોગા વિથ ફેમિલી'નો કન્સેપ્ટ અપનાવી ૨૧ જુન ૨૦૨૦ના રોજ ડી.ડી. ગીરનારના ટેલીવિઝન મારફત તથા ગુજરાત બોર્ડની ઓફિશિયલ ફેસબુક પેઇઝના માધ્યમથી આયોજન કરેલ. રાજકોટ મહાનગરપાલિકાએ પણ રાજય સરકારના આ કન્સેપ્ટમાં શહેરીજનો જોડાય તેવું આહવાન કરેલ. જે અન્વેય ગઇ કાલે ૨૧ જુન યોગા દિનની ઉજવણીમાં મેયર બિનાબેન આચાર્ય, તાજેતરમાંજ ચુંટાયેલા રાજય સભાના સભ્ય અભયભાઈ ભારદ્વાજ, રાજકોટ શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી યોગા કરતા નજરે પડેલ છે.

(3:03 pm IST)