Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

હુડકો બસ સ્ટોપ પાસેથી મયુર ઉર્ફે મન્નો ચોરાઉ એકટીવા સાથે પકડાયો

ખાંટ શખ્સ અગાઉ પાસા ચોરી, મારામારી અને ધમકીના ગુનામાં પકડાયો'તો

રાજકોટ,તા.૨૨: શહેરના હુડકો બસ સ્ટોપ પાસેથી ભકિતનગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ચોરાઉ એકટીવા સાથે ખાંટ શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહંમદ, ડીસીબી પ્રવિણ કુમાર મીણા, અને એસીપી એચ.એલ.રાઠોડની સૂચનાથી ભકિતનગર પોલીસ મથકના પીઆઇ વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ.પી.બી. જેબલીયા, હેડકોન્સ રણજીતસિંહ ફિરોઝભાઇ શેખ, વિક્રમભાઇ ગમારા, સલીમભાઇ, વાલજીભાઇ, દેવાભાઇ, ભાવેશભાઇ, મનીષભાઇ, દિવ્યરાજસિંહ, રવિરાજભાઇ, મેહુલભાઇ, રાજેશભાઇ તથા હિતેન્દ્રસિંહ સહિત વિસ્તારમાં હિસ્ટ્રી શટર, બુટલેગર અને ટપોરીઓને એમસીઆર મુજબ ચેક કરતા હતા. ત્યારે મયુર ઉર્ફે મુન્નો બાવાભાઇ રાઠોડ ઘરે હાજર મળી ન આવતા તેની તપાસ કરતા તેણે એક એકટીવા ચોરી કર્યેંુ હોવાની હોડકોન્સ રણજીતસિંહ પઢારીયા અને વાલજીભાઇ નડાને બાતમી મળતા હુડકો બસ સ્ટોપ પાસેથી મયુર ઉર્ફે મુન્નો કિશોરભાઇ ઉર્ફે બાવાભાઇ રાઠોડ (ઉવ.૨૬) (ખાંટ) (રહે. ઢેબર કોલોની કવાર્ટર નં. ૧૬૨)ને જીજે-૩ કેઇ -૩૧૯૪ નંબરનું ચોરાઉ એકટીવા સાથે પકડી લીધો હતો. તેણે આ એકટીવા ત્રણ મહિના પહેલા આરતી સોસાયટી શેરી નં.૧૧માંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી. ખાંટ શખ્સ અગાઉ પાસા, વાહન ચોરી અને મારામારીના ગુનામાં પકડાઇ ચુકયો છે.

(3:03 pm IST)