Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

પારડીમાં વેપારી પિતા-પુત્રને માર મારી બે શખ્સોએ ધમકી આપી

વિજય ગોસ્વામી તથા સહેજાદ ઉર્ફે પપ્પુ સામે એટ્રોસીટી સહિતની કલમો તળે ગુન્હો નોંધાયો

રાજકોટ, તા. ૨૨ :. શાપર-વેરાવળના પારડી ગામે જૂની અદાવતનો ખાર રાખી વેપારી પિતા-પુત્રને બે શખ્સોએ માર મારી ધમકી આપી જાતિ પ્રત્યે અપમાનીત કર્યાની પોલીસમાં ફરીયાદ થઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ પારડી ગામે રહેતા અને વેપાર કરતા નરેશ વીરાભાઈ ચાવડા પોતાની દુકાને હતા ત્યારે વિજય ગોસ્વામી તથા સહજાદ ઉર્ફે પપ્પુ રહે. બન્ને પારડીએ છરી સાથે ધસી આવી નરેશભાઈ તથા તેના પુત્ર રાહુલને મારી નાખવાની ધમકી આપી ઢીકાપાટુનો માર મારી જાતિ પ્રત્યે અપમાનીત કરતા શબ્દો કહ્યા હતા. ઈજાગ્રસ્ત નરેશભાઈ અને વિજય ગોસ્વામી વચ્ચે અગાઉ ઝઘડો થતા પોલીસમાં ફરીયાદ થઈ હતી તેનો ખાર રાખી આ ઘટના બની હતી. શાપર-વેરાવળ પોલીસે બન્ને શખ્સો સામે એટ્રોસીટી સહિતની કલમો તળે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(3:02 pm IST)