Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

ઉદયનગરમાં મનસુખ કોઠીયાના મકાનમાં ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ જુગાર રમતા છ પકડાયા

તાલુકા પોલીસે સમૃધ્ધીનગર આવાસમાં મહિલાના કવાર્ટરમાંથી સાતને જુગાર રમતા ઝડપી લીધા

રાજકોટ તા. રરઃ શહેરના મવડી પ્લોટ ઉદયનગરમાં પટેલ વેપારીના મકાનમાં ક્રાઇમ બ્રાંચે અને તાલુકા પોલીસે સમૃધ્ધીનગર આવાસ યોજના કવાર્ટરમાં મહિલાના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા ૧૩ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજા તથા એસીપી જયદીપસિંહ સરવૈયાની સૂચનાથી ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ. એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી. એમ. ધાખડા, હેડ કોન્સ. મયુરભાઇ પટેલ, અમિતભાઇ અગ્રાવત, વિરેન્દ્રસિંહ ઝાલા, કુલદીપસિંહ જાડેજા, નગીનભાઇ ડાંગર, સંજયભાઇ રૂપાપરા, પ્રદિપસિંહ જાડેજા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે અમીતભાઇ અગ્રાવત તથા પ્રદિપસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે મવડી રોડ પર ઉદયનગર-૧ શેરી નં. ર૭માં રહેતા મનસુખ નરશીભાઇ કોઠીયા (ઉ.વ.૪૦) મકાનમાં દરોડો પાડી મકાન માલીક મનસુખ તથા શેરી નં. ર૭માં રહેતા કોન્ટ્રાકટર ગીરીશ છગનભાઇ લુણાગરીયા (ઉ.વ. ૩૬), સારદાનગર શેરી નં. ૮ ના રાજેશ ઠાકરશીભાઇ વેકરીયા (ઉ.વ. ૪પ), ઉદયનગર-૧ ના પ્રકાશ દેવરાજભાઇ વાછાણી (ઉ.વ. ૪૮), અલ્કા સોસાયટી શેરી નં. ર/૧૦ના કીરીટ કરશનભાઇ ઝાલા (ઉ.વ. ૪ર), અને પુનમ સોસાયટીના પ્રવિણ બેચરભાઇ રાંક (ઉ.વ. ૪૮) ને પકડી લઇ રૂ. ૧,૧,૯૦૦ની રોકડ સહિતની મત્તા સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

જયારે બીજા દરોડામાં તાલુકા પોલીસ મથકના પીઆઇ જે. વી. ધોળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન. ડી. ડામોર, એએસઆઇ હર્ષદસિંહ ચુડાસમા, હેડ કોન્સ. વીજયગીરી, વિરેન્દ્રસિંહ, ભગીરથસિંહ, જયવંતસિંહ, છત્રપાલસિંહ, અરજણભાઇ, હર્ષરાજસિંહ, મનીષભાઇ તથા મહેશભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે પીએસઆઇ એન. ડી. ડામોર, કોન્સ. ભગીરથસિંહ, છત્રપાલસિંહ અને અરજણભાઇ ઓડેદરાને મળેલી બાતમીના આધારે સમૃધ્ધિનગર આવાસ યોજના વામ્બે આવાસ યોજનાના કવાર્ટર બ્લોક નં. ૩ માં કવાર્ટર નં. ૧૭ માં દરોડો પાડી કવાર્ટર માલીક નીલમબેન સન્નીભાઇ કિશ્ચયન (ઉ.વ.૩પ), તથા મનીષાબેન મહેન્દ્રભાઇ સોલંકી (ઉ.વ.ર૬), સાધુવાસવાણી રોડ આલાપ ગ્રીન સીટી પાસે ગુરૂજીનગર આવાસના કવાર્ટરના રીતુબેન મુકેશભાઇ જોષી (ઉઉવ. પ૦), વામ્બે આવાસ યોજનાના કવાર્ટરના નરેન્દ્ર બળવંતભાઇ વ્યાસ (ઉ.વ. ૩૪), બળવંતરાય મુકુંદરાય વ્યાસ, રાજેન્દ્ર ભીમજીભાઇ ઉમરાણીયા (ઉ.વ. પ૦), અને રણજીતસિંહ દેસણજી ગોહીલ (ઉ.વ. ૩૬) ને જુગાર રમતા પકડી લઇ રૂ. ૧૬૧ર૦ની રોકડ સહિતની મતા સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:01 pm IST)