Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

બેંક ઓફ ઇન્ડીયાએ ૧૦૦ કરોડની લોન મંજુર કરી છેઃ મનોજકુમાર

કોવીડ-૧૯ અંતર્ગતની ઇમરજન્સી સપોર્ટ સ્કીમ સહિતની વિવિધ સ્કીમોનો લાભ અપાયો : લોનપાત્ર તમામને લાભ લેવા રાજકોટના ઝોનલ મેનેજરની અપીલ

રાજકોટ, તા., ૨૨: બેંક ઓફ ઇન્ડીયા  રાજકોટ ઝોન દ્વારા કોવીડ-૧૯ ની પરિસ્થિતિને કારણે ગ્રાહકોની મુશ્કેલી ધ્યાને લઇ લોકોને વધુમાં વધુ વિશેષ સરકારી યોજનાઓનો લાભ મળે તે માટે કોવીડ ઇમરજન્સી સપોર્ટ સ્કીમ (સીઇએસએસ) ર૦ર૦ અંતર્ગત રુા. ૩પ કરોડ તેમજ કૃષિ એમએસએમઇ, પેન્શનર અને વ્યકિતગત રીતે મદદરૂપ બનવાની ભાવનાથી બેંક ત્વરીત કાર્યવાહી કરી રહયાનું બેંક ઓફ ઇન્ડીયાના ઝોનલ મેનેજર મનોજકુમારે જણાવ્યું છે.

મનોજકુમારના જણાવ્યા મુજબ રાજકોટ ઝોન દ્વારા સ્ટાર ગેરેંટીડ ઇમરજન્સી  ક્રેડીટ લાઇન (જીઇસીએલ) યોજના હેઠળ ૧૦૦ કરોડ રૂપીયાની લોન મંજુર કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ૨૯ ફેબ્રુઆરી-ર૦ર૦ના રોજ બાકી રહેલ ભંડોળના ૨૦ ટકા લોન તમામ બીઝનેસ એકમો અને પ્રધાનમંત્રી મુંદ્રા યોજના હેઠળ લોન મેળવનારાઓને આપવામાં આવે છે.

બેંક ઓફ ઇન્ડીયા રાજકોટ ઝોનને ૩૦ જુન ર૦ર૦ સુધી વધુ ૧૦૦ કરોડ લોનની અપેક્ષા છે. તેઓએ જણાવેલ કે જીઇસીએલ ૭.૮પ ના દરે સરળ નિયમો અને શરતોથી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. કોઇ કોલ લેટર અને વધારાની સુરક્ષાની જરૂર નથી. તેઓએ જણાવેલ કે તમામ લાયક અને ડોકયુમેન્ટસ પાત્ર લોકોને ડીજીટલ સંદેશા દ્વારા બેંકની વિવિધ યોજનાનો લાભ લેવા  પણ જાણ કરવામાં આવી છે. તેઓએ જીઇસીએલ યોજનાનો જેઓએ લાભ ન લીધો હોય તેઓએ પણ તેમની શાખાનો સંપર્ક કરવા મનોજકુમારે અંતમાં જણાવ્યું છે.

(12:12 pm IST)