Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

બુટલેગરો અનલોકઃ ત્રણ દરોડામાં ૨૨૨ બોટલ-બે કાર કબ્જેઃ બાબરાના શખ્સનું નામ ખુલ્યું

કુવાડવાના મનિષ ચાવડા, દિલીપ બોરીચા, ક્રાઇમ બ્રાંચના સુભાષભાઇ, શકિતસિંહ ગોહિલ અને જાડેજા તથા ભકિતનગરના અક્ષયરાજસિંહ અને મયુર ઠાકરની બાતમી

રાજકોટ તા. ૨૩: લોકડાઉનને કારણે દારૂના ધંધાર્થીઓ ગાયબ થઇ ગયા હતાં. હવે નાના મોટા બુટલેગરો પણ 'અનલોક'  થઇ જતાં પોલીસ પણ સતર્ક થઇ દરોડા પાડી રહી છે. વધુ ત્રણ દરડામાં ૨૨૨ બોટલ દારૂ, બે મોટરકાર સહિતનો મુદ્દામાલ કબ્જે કરી બે શખ્સને પકડી લેવાયા છે. એકમાં આરોપીનું નામ ખુલ્યું હતું.

બેટી પાસે કુવાડવા પોલીસનો દરોડો

કુવાડવા પોલીસ મથકના ડી. સ્ટાફના કોન્સ. મનિષભાઇ ચાવડા, કોન્સ. દિલીપભાઇ બોરીચાની બાતમી પરથી બેટી ગામ નજીકથી જીજે૦૬ઇકયુ-૬૦૩૨ નંબરની સેવરોલેટ કાર પકડી લેવાઇ હતી. જેમાંથી રૂ. ૩૬ હજારનો ૧૨૦ બોટલ દારૂ મળતાં તે તથા કાર મળી રૂ. ૩,૪૪,૦૦૦નો મુદમાલ કબ્જે કરી મુળ ચોટીલાના જાનીવડલાના મહાવીર ધીરૂભાઇ ધાધલ (ઉ.૨૨-રહે. હાલ ગંજીવાડા-૪૪, રાજકોટ)ની ધરપકડ કરી હતી.

ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ.આર. ટંડેલની રાહબરીમાં પીઆઇ એમ. સી. વાળા, પીએસઆઇ બી. પી. મેઘલાતર, હેડકોન્સ. જયપાલસિંહ ઝાલા, અરવિંદભાઇ મકવાણા, મનિષભાઇ, દિલીપભાઇ, રાજેશભાઇ ચાવડા, રઘુવીરભાઇ ઇશરાણી, વિરદેવસિંહ જાડેજા, નિલેષભાઇ વાવેચા, હરેશભાઇ સારદીયા સહિતે આ કામગીરી કરી હતી.

ક્રાઇમ બ્રાંચે ૭૮ બોટલ સાથે કાર પકડીઃ સુરતના શખ્સની ધરપકડ

ક્રાઇમ બ્રાંચેની ટીમે હેડકોન્સ. સુભાષભાઇ ઘોઘારી, કોન્સ. શકિતસિંહ ગોહિલ અને શકિતસિંહ જાડેજાની બાતમી પરથી ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી વિદેશી દારૂની ૭૮ બોટલો સાથેની ઝેન એસ્ટીલો કાર પકડી લઇ સુરત છાપરાભાઠા ગાર્ડન રેસિડેન્સીના બનેસંગ જોરસંગભાઇ ઘેલડા (ઉ.૪ર) ને પકડી લીધો છે. બાબરાના ચાવંડના ભીમ નામના શખ્સ આ દારૂ મંગાવ્યો હોવાનું ખુલતા તપાસ થઇ રહી છે. એસીપી જે.એચ. સરવૈયા, પીઆઇ એચ.એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એચ.બી. ધાંધલ્યા, હેડ કોન્સ. સુભાષભાઇ ઘોઘારી, રાજેશભાઇ બાળા, રઘુવીરસિંહ વાળા, સિધ્ધરાજસિંહ જાડેજા, શકિતસિંહ જાડેજા અને શકિતસિંહ ગોહિલે આ કામગીરી કરી હતી.

ભકિતનગર પોલીસે રેઢી હાલતમાં ૨૪ બોટલ પકડીઃ લક્ષ્મીવાડીના અજયની શોધ

ભકિતનગર પોલીસે લક્ષ્મીનગર કવાર્ટર કુવાવાળી ખોડિયાર મંદિર નજીક બગીચાની દિવાલ પાસે કોન્સ. અક્ષયરાજસિંહ રાણા અને મયુરભાઇ ઠાકરની બાતમી પરથી દરોડો પાડી રૂ. ૧૨૦૦૦નો ૨૪ બોટલ દારૂ કબ્જે કર્યો હતો. આ દારૂ લક્ષ્મીવાડી કવાર્ટરના અજય ઉર્ફ કાનો રાઠોડનો હોવાનું ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે. એસીપી એચ. એલ. રાઠોડની રાહબરીમાં પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ જેબલીયા, હેડકોન્સ. ફિરોઝભાઇ શેખ, વિક્રમભાઇ ગમારા, રણજીતસિંહ પઢારીયા, દેવાભાઇ, ભાવેશભાઇ, વાલજીભાઇ, મનિષભાઇ, દિવ્યરાજસિંહ, રવિરાજભાઇ, મેહુલભાઇ અને રાજેશભાઇએ આ કામગીરી કરી હતી.

(11:36 am IST)