Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

પેડક રોડ ઉપર આવેલ સુચિત સોસાયટીની કાયદેસરતા લાવીને કોર્ટમાં થયેલ દાવો

રાજકોટ, તા.૨૨: રાજકોટના સામાકાંઠા વિસ્તારના રે.સ.નં.૧૮૩ તથા ૧૮૪ પૈકીની જમીન ઉપર આવેલ સુચીત સોસાયટીને સરકારી પરીપત્રના આધારે કાયદેસર નહી કરી આપવા બાબતે કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવેલ છે.ગુ જ.આમદ જુસબ તથા અનવર જુસબના વારસદાર અને અન્ય વારસદારના કુ.મુ. શ્રી રજાકભાઇ આમદભાઇ અગવાનના ધ્યાને આવતા તેમણે વાંધા રજુ કરેલ છે, અને જણાવેલ છે કે 'આ કોઇ સુચીત સોસાયટી નથી કે જેની જમીન સરકારી પરીપત્ર મુજબ અમલ કરી અને આ કામના પ્રતિવાદી નં.૨ વાળા તેને કાયદેસર કરી આપે પરંતુ આ ખાનગી માલીકીની જમીન છે, અને અમો તેના માલીક છીએ જેથી સદરહુ અનઅધિકૃત બાંધકામ વાળા કોઇ જ પ્લોટ/મકાન ધારકની જમીનને આવા સરકારી પરીપત્રથી માલીકી હકક આપી ન શકાય'

આ કામના પ્રતિવાદી નં.૨ વાળાએ આ ખાનગી માલીકીની જમીનમાં ગેરકાયદેસર રીતે કબ્જો ધરાવતા ઇસમોના ફોર્મ ભરવાની કાર્યવાહી કરેલ છે અને સદરહું બાબતે પોતાના દફતરે કેસ દાખલ કરી અને ગુજ.આમદ જુસબ તથા ગુજ.અનવર જુસબના વારસદારોને જવાબ આપવા તથા રજુઆત કરવા જણાવેલ છે, જેથી રજાકભાઇ આમદભાઇ અગવાનએ કોર્ટમાં દાવો દાખલ કરી અને મનાઇ હુકમની માંગણી કરેલ છે. તેમજ રા.મ્યુ.કોર્પો દ્વારા રજાકભાઇ આમદભાઇ અગવાનને તેમની માલીકીની જમીનમાં વંડો કરતા રોકવામાં આવતા આ કામે રા.મ્યુ.કોર્પો.ના એ.ટી.પી.ને પ્રતિવાદી તરીકે જોડી અને રજાકભાઇને તેમની જમીનમાં વંડો, ફેન્સીંગ કે કમ્પાઉન્ડ વોલ કરતા રોકવા નહી તેવો મનાઇ હુકમની માંગણી પણ કરેલ છે.સામાકાંઠા વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી આ ગેરકાયદેસર રીતે ઉભી થયેલ સુચીત સોસાયટી સામે રઝાકભાઇ આમદભાઇ અગવાન લડત આપી રહેલ છે. આ કામે શ્રી રજાકભાઇ આમદભાઇ અગવાન વતી ધારાશાસ્ત્રી શ્રી સંજય જે.જોષી રોકાયેલ છે.

(4:28 pm IST)