Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

વિજય પ્લોટ વિસ્તારના વોંકળામાં ગંદકીનાં ગંજઃ રજુઆત

લોધાવાડ ચોક વેપારી મંડળ દ્વારા મ્યુનિ. કમિશ્નરને લેખિત ફરીયાદ

રાજકોટ તા.૨૨: શહેરના વોર્ડ નં. ૭ના વિજય પ્લોટ વિસ્તારમાં આવેલ વોંકળાની સફાળ, વિસ્તારમાં પાણી ભરાવા સહિતના વિવિધ પ્રશ્ને લોધાવાડ ચોક વેપારી મંડળ દ્વારા મ્યુનિ. કમિશ્નરને પત્ર પાઠવી યોગ્ય કરવા માંગ કરવામાં આવી છે.

આ અંગે તેઓેએ પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે,વિજય પ્લોટ શેરી નં. ૧-૨-૩ અને વિજય પ્લોટ મેઇન રોડ, મનહર પ્લોટ-૫-૬-૭ આસપાસ ચોમાસામાં ૧૦-૧૦ ફુટ પાણી ભરાઇ રહેતુ હોય ચોમાસાના આગમન પુર્વે ઉપરોકત પાણી ભરાવાની સમસ્યા હલ કરવા તથા આ વિસ્તારમાં અને રાજકોટના અનેક વિસ્તારોમાં પાણી ભરાતું હોય ત્યાં રોડની બન્ને સાઇડ ૨૦૦ થી ૩૦૦ ફુટ બોર કરી દેવામાં આવે તો રોડ ઉપર ભરાતા પાણીની સમસ્યા હલ થઇ શકશે અને તળ સાજા થઇ શકશે.

આ વોંકળામાં કચરાના ઢગલાઓ પ્લાસ્ટીક સહિતના કચરાના ઢગલા હોય જેના કારણ ગંદકી ફેલાતી હોયે સધન સફાઇની જરૂર હોય તેમ છે. આ અંગેની ફરીયાદ મનપાના કોલ સેન્ટરમાં રજુઆત કરવામાં આવેલ છે. છતાં સફાઇ કાર્ય ન થતા વિવિધ સમસ્યાઓ તાત્કાલીક ઉકેલવા વિસ્તારવાસીઓ દ્વારા માંગ કરવામાં આવી છે. આ રજુઆતમાં પ્રમુખ વિજયભાઇ સંપટ, મંત્રી ગોરધનભાઇ રાઠોડ સહિતના વેપારીઓ, લતાવાસીઓ જોડાયા છે.

(4:24 pm IST)