Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

સી.એ. ઇન્સ્ટીટયુટ દ્વારા યોગ દિવસની ઉજવણી

ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એસોસીએશન ઓફ ઇન્ડીયા દ્વારા યોગા ડે નિમિતે રાજકોટ બ્રાંચ ખાતે યોગાભ્યાસનો કાર્યક્રમ ગોઠવાયો હતો. પ્રો. જિજ્ઞાશા કુલકર્ણીએ યોગાના ફાયદા અને મેડીટેશન વિષે માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ. આ કાર્યક્રમમાં સી.એ. મેમ્બર્સ અને સી.એ. ના વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. સમગ્ર યોગા ડે ને સફળ બનાવવા રાજકોટ આઇ.સી.એ.આઇ. બ્રાન્ચના ચેરમેન અંકિત ચોટલીયા, સેક્રેટરી ટ્રેઝરર હાર્દીક વ્યાસ અને અન્ય કમીટી મેમ્બર્સએ જહેમત ઉઠાવી હતી. (૧૬.૨)

(4:22 pm IST)
  • અમદાવાદનાં પૂર્વ વિસ્તારોમાં ભારે પવન સાથે ઝાપટા : અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં આજે સાંજે વરસાદનુ આગમન થતા વાતાવરણમા ઠંડક પ્રસરી ગઇ હતી. : નરોડા,નારોલ,વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં ભારે પવન ફુંકાયો હતો અને વરસાદી ઝાપટા વરસ્યા હતા.વરસાદ પડતા બફારામાંથી લોકોને રાહત મળી હતી. access_time 7:30 pm IST

  • રેસ-૩ની ૧ સપ્તાહની કમાણી ૧૫૦ કરોડની નજીકઃ ૬ દિવસમાં ૧૩૮ કરોડની કરી કમાણીઃ હવે કમાણીની રેસ પર બ્રેક લાગે તેવી વકી access_time 3:34 pm IST

  • છોટા ઉદયપુરમાં તેજ ગઢમાં વરસાદનું આગમન : છેલ્‍લા દોઢ કલાકથી વરસાદ વરસી રહ્યોના વાવળ : વીજળી ગુલ થયાની પણ ફરીયાદ નોંધાઇ access_time 11:13 pm IST