Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

હાર્ડવેર ઉત્પાદકો ચાઈનાને લડત આપશે

૩૦મીએ રાજકોટ હાર્ડવેર મેન્યુફેકચર એસોસીએશનની સાધારણ સભા : ૩૦૦થી વધુ સભ્યોને પ્રમાણપત્ર, આઈકાર્ડ અપાશે : નવા સભ્યો બનાવાશે

રાજકોટ, તા. ૨૨ : રાજકોટ હાર્ડવેર મેન્યુફેકચર એસોસીએશનની સાધારણ સભા આગામી તા.૩૦ જૂનના રોજ સાંજે ૬ વાગ્યાથી રાજકોટ એન્જીનિયરીંગ એસોસીએશન હોલ ખાતે યોજાયેલ છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ એસોસીએશનની સ્થાપના કરવામાં આવી છે. આ સભામાં દરેક સભ્યોને પ્રમાણપત્ર અને આઈકાર્ડનું વિતરણ કરવામાં આવશે. હાલ સંસ્થામાં ૩૦૦ સભ્યો છે.

રાજકોટ શહેર હાર્ડવેર મેન્યુફેકચર દ્વારા દેશભરમાં ખુણેખુણે હાર્ડવેરની સપ્લાય અહીંથી કરવામાં આવે છે. પરંતુ વિશ્વ ફલક પર ચાઈના સાથે સ્પર્ધા કરવા માટે રાજકોટને બેઈઝીક સુવિધાના અભાવને લીધે હરીફાઈ કરી શકતા નથી. વિશ્વ લેવલે ચાઈનાના માર્કેટમાં ખૂબ સારી પક્કડ ધરાવે છે. તેની સામે સ્પર્ધા કરવા માટે રાજકોટ હાર્ડવેર મેન્યુફેકચર એસોસીએશન સરકારની અલગ અલગ યોજનાઓનો લાભ લેવા માટે અને માર્કેટીંગ અને મેન્યુફેકચરીંગ ક્ષેત્રે વિકાસ કરવા માટે એસોસીએશને પાયાની જરૂરીયાત હોય એસો.ની નવી કમીટી અને પ્રમુખે સંકલ્પ કરેલ છે કે વિશ્વ લેવલે એકસપોર્ટ ક્ષેત્ર રાજકોટનું યોગદાન રહે અને ભારત સરકારની મેઈક ઈન ઈન્ડિયાની નેમ છે. તેમાં હાર્ડવેર બિઝનેસ ખૂબ મોટા પ્રમાણમાં સહભાગી થઈ શકે તેમ છે.

હાર્ડવેર બિઝનેસમાં નાના અને મોટા ઉત્પાદકો મોટી સંખ્યામાં હોય જેને એક તાંતણે બાંધી માર્કેટીંગ માટેના અલગ અલગ ક્ષેત્ર જેવા કે ડિરેકટરીનું લોન્ચીંગ અને દેશન અને દુનિયાના માર્કેટમાં આગળ વધવા માટેની માહિતી પૂરી પાડશે.

તસ્વીરમાં હાર્ડવેર મેન્યુફેકચર્સ એસો.ના પ્રમુખ જયેશભાઈ ચાવડા (૯૮૨૫૧ ૭૦૯૮૯), ઉપપ્રમુખ મનીષભાઈ પટેલ, સેક્રેટરી જયંતિલાલ સરધારા, ખજાનચી - શંભુભાઈ કોટડીયા - ૯૮૨૫૦ ૭૮૩૬૧, પૂર્વ પ્રમુખ વજુભાઈ બાબીયા, કમીટી મેમ્બરો પ્રિતેશભાઈ રાજાણી, અશોકભાઈ નસીત, વિપુલભાઈ છાયાણી, દિલીપભાઈ રૂપારેલીયા, નિલેશભાઈ ચાવડા અને જૈમીનભાઈ આંબલીયા નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:14 pm IST)
  • પેટ્રોલમાં 14 પૈસાનો ઘટાડો થશે :ડીઝલના ભાવ યથાવત રહેશે :આજે ગુરુવારે પેટ્રોલ અને ડીઝલમાં લિટરે 11 પૈસાનો ઘટાડો કરાયા બાદ શુક્રવારે ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરાશે નહીં :પેટ્રોલના ઘટ્યા સવારે છ વાગ્યાથી લાગુ પડશે access_time 12:33 am IST

  • રણવીર-દીપિકા 10 નવેમ્બરે કરશે લગ્ન? : મુંબઇમાં વહેતી થયેલી વાતો અનુસાર દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ 10 નવેમ્બર, 2018ના રોજ લગ્ન કરશે. આ એક ડેસ્ટિનેશન વેડિંગ હશે. જેમાંનું એક ફંક્શન દીપિકાના હોમટાઉન બૅન્ગલોરમાં યોજાશે. બન્નેનાં લગ્ન દક્ષિણ ભારતીય પરંપરા પ્રમાણે થશે. થોડા દિવસ પહેલાં દીપિકા પોતાની મમ્મી સાથે મુંબઈની એક દુકાનમાં જોવા મળ્યા બાદ ફરી એક વાર તેમનાં લગ્નની ચર્ચાએ જોર પકડ્યું છે. access_time 5:44 pm IST

  • RBIએ બેંકોને ચેતવીઃ ATMને ઠીકઠાક કરો નહિતર કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહોઃ વ્હેલીતકે અપગ્રેડ કરવા તાકીદઃ વીન્ડો એકસ્પી અને જુની એપ્લીકેશન પર કામ કરતા એટીએમ હજુ કેમ બદલાવ્યા નથી? ઉઠાવ્યો સવાલ access_time 3:35 pm IST