Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

સ્ટેશન-ટ્રેનોમાંથી મળી આવેલા નિઃસહાય બાળકોની રક્ષા માટે રાજકોટ રેલ્વે સ્ટેશન પર 'ચાઇલ્ડ હેલ્પ ડેસ્ક' શરૂ

પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના સહયોગથી બાળકોને તકલીફોમાંથી ઉગારવાની કાર્યવાહી શરૂ

રાજકોટ, તા., રરઃ રાજકોટ રેલ્વે મંડળ દ્વારા યાત્રીઓ અને તેમના બાળકોની સુરક્ષા માટે સતત પગલા લેવાઇ રહયા છે. આ અંતર્ગત રાજકોટ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નં. ૧ ઉપર શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના સહયોગથી ચાઇલ્ડ હેલ્પ ડેસ્કની શરૂઆત કરવામાં આવી છે.

ડીઆરએમ પી.બી.નિનાવેની યાદી મુજબ અસુરક્ષીત બાળકો ત્યજી દેવાયેલા કે ઉઠાવી જવાયેલા કે ઘરેથી ભાગી ગયેલા તેમજ પરિવારથી છુટા પડી ગયેલા બાળકો રેલ્વેને અવાર નવાર મળી આવતા હોય છે.  આવા બાળકો રેલ્વે સ્ટેશન આસપાસ પડયા પાથર્યા રહેતા હોય છે કે ટ્રેનમાં આમથી તેમ ભાટકતા રહેતા હોય છે. આવા ખોવાયેલા બાળકોને તેમના પરીવાર સાથે મેળાપ કરાવી દેવાના હેતુથી આ ડેસ્કની શરૂઆત કરવામાં આવી છે. ચાઇલ્ડ હેલ્પ લાઇન ૧૦૯૮ રાષ્ટ્રીય કક્ષાનો ટોલ ફ્રી નંબર છે. તમે કોઇ પણ બાળકોને મદદની રાહ જુઓ ત્યારે આ નંબર ઉપર અવશ્ય જાણ કરો. (૪.૮)

 

(4:11 pm IST)