Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

બે લાખની ગાડીમાં 'દેશી' દારૂની પાંચ બાટલી સાથે અનિલ પકડાયો

ગાંધીગ્રામ પોલીસે ઘંટેશ્વરથી આગળ રેલ્વેના પુલ નીચેથી દબોચ્યો

રાજકોટ તા. ૨૨: ગાંધીગ્રામ પોલીસે નવલનગરના ખોજા શખ્સને કારમાં દેશી દારૂની બોટલો સાથે પકડી લીધો હતો.

પી.આઇ. એચ. આર. ભાટુની રાહબરીમાં પીએસઆઇ જી.એન. વાઘેલા, પ્રવિણભાઇ, શૈલેષભાઇ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે જામનગર રોડ ઘંટેશ્વરના સ્મશાથી આગળ રેલ્વેના પુલ નીચેથી જીજે૩એચકે-૪૩૧૭ નંબરની ઇકો કારને અટકાવી તલાશી લેવામાં આવતાં કાચની ખુલેલા બુચવાળી દેશી દારૂ ભરેલી રૂ. ૭૫ની પાંચ બોટલો મળતાં તે તથા ૨ લાખની કાર કબ્જે કરી ચાલક નવલનગર-૯માં રહેતાં અનિલ નિજારઅલી ગીલાણી (ખોજા) (ઉ.૪૫)ની ધરપકડ કરી હતી.

થોરાળા પોલીસે ૧૦ બોટલ વિદેશી દારૂ કબ્જે કર્યો

થોરાળાના પી.આઇ. એસ. એન. ગડુની રાહબરીમાં એએસઆઇ ડી. કે. ડાંગર, કોન્સ. નિશાંતભાઇ પરમાર, મહેશભાઇ મંઢ, રોહિતભાઇ કછોટ, ધર્મેન્દ્રસિંહ સહિતની ટીમે ભાવનગર રોડ પરથી જશીબેન મનોજ કોળીના મકાનમાંથી રૂ. ૬૦૦નો બે બોટલ દારૂ કબ્જે કરી જશી વિરૂધ્ધ કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત રાજમોતી મીલ પાછળ મયુરનગર-૬માંથી સુરેશ મગનભાઇ કોબીયાને  રૂ. ૨૪૦૦ના ૮ બોટલ સાથે પકડી લેવાયો હતો.

(12:44 pm IST)
  • કાલે શનિવારે પેટ્રોલમાં લીટરે 9 પૈસા અને ડીઝલમાં 7 પૈસાનો ઘટાડો થશે :આજે શુક્રવારે પેટ્રોલમાં લીટરે 14 પૈસાનો ઘટાડો થયો હતો જયારે ડીઝલના ભાવ યથાવત રાખ્યા હતા:ઘટ્યા સવારે છ વાગ્યાથી લાગુ પડશે access_time 1:36 am IST

  • RBIએ બેંકોને ચેતવીઃ ATMને ઠીકઠાક કરો નહિતર કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહોઃ વ્હેલીતકે અપગ્રેડ કરવા તાકીદઃ વીન્ડો એકસ્પી અને જુની એપ્લીકેશન પર કામ કરતા એટીએમ હજુ કેમ બદલાવ્યા નથી? ઉઠાવ્યો સવાલ access_time 3:35 pm IST

  • કુંવરજીભાઈ દિલ્હીમાં: રાહુલને મળ્યાઃ ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા આજે દિલ્હીમાં રાહુલ ગાંધીને મળી ગુજરાતની રાજનીતિ સંગઠન મુદ્દે અને આગામી વર્ષે યોજાનાર લોકસભાની ચૂંટણી અંગે ચર્ચા કરી : કુંવરજીભાઈએ આગામી ૨૪મીના રવિવારે સંમેલન બોલાવ્યુ છે access_time 3:35 pm IST