Gujarati News

Gujarati News

News of Monday, 22nd May 2023

૪ જુને ભગવાન જગન્‍નાથજીની કળશયાત્રા વાજતે ગાજતે નિકળશે

રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલુઃ આ વખતે વૃંદાવનથી રાધેકૃષ્‍ણ વૃંદ અને ઉજૈજનથી શિવ તાંડવ ગ્રુપ રથયાત્રામાં આકર્ષણનું કેન્‍દ્ર બનશે

રાજકોટઃ કૈલાશધામ આશ્રમ જગન્નાથ મંદિરના મહંત ત્‍યાગીમનમોહનદાસજી ગુરૂ રામકિશોરદાસજીબાપુના વડપણ હેઠળ છેલ્લા ૧૪ વર્ષથી આષઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્‍નાથજી નગરચર્યાએ નીકળે છે. આ વર્ષ આગામી તા.૨૦ જુનના રોજ ભગવાન જગન્‍નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીની ભવ્‍ય શોભાયાત્રા નિકળશે.

જે અંતર્ગત તા.૪ જુના ના રોજ સાંજે ૪ વાગે કળશયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં ૧૫૧ બહેનો માથે કળશ રહી વાજતે ગાજતે કુવામાંથી પાણી ભરવા જશે. જે જળથી તા.૧૯ જુન ના ભગવાનનો અભિષેક કરવામાં  આવશે.

આ વખતની શોભાયાત્રામાં વૃંદાવનથી રાધેકૃષ્‍ણ વૃંદ આવશે. તેમજ ઉજજૈનથી શિવ તાંડવ ગ્રુપ આવશે. જે શોભાયાત્રામાં આકર્ષણનું કેન્‍દ્ર બનશે. ભગવાન જગન્‍નાથજીનો શણગાર વૃંદાવનમાં તૈયાર થઈ રહ્યો છે. રથની પૂજન વિધિ થઈ ચૂકી છે. રથનું સુશોભન કાર્ય ચાલુ છે તેમ કૈલાસધામ આશ્રમમાં મહંત ત્‍યાગી મોહનદાસજી ગુરૂ રામકિશોરદાસજીની યાદીમાં જણાવ્‍યું છે

(4:14 pm IST)