Gujarati News

Gujarati News

News of Monday, 22nd May 2023

હાર્ડવેર ઉત્‍પાદક એશો. દ્વારા સ્‍નેહમિલનઃ લોકડાયરાની મોજ સાથે પ્રેરણારૂપ ગૌસેવા

રાજકોટ હાર્ડવેર મેન્‍યુફેકચરર્સ એશો. દ્વારા સ્‍નેહ મિલન અને ગૌશાળાના લાભાર્થે યોજાયેલ લોકડાયરા પ્રસંગે ઉપસ્‍થિત મહેમાનો અને એશો.ના અગ્રણીઓની તસ્‍વીર.

રાજકોટ તા. રરઃ હાર્ડવેર મેન્‍યુફેકચરિંગ એસોસીએશન દ્વારા વાર્ષિક સ્‍નેહ મિલનની સાથે ગૌશાળાના લાભાર્થી રંગ કસુંબલ ભવ્‍ય લોક ડાયરાનું આયોજન ડીલાયટ પાર્ટી પ્‍લોટ ખાતે કરવામાં આવ્‍યું હતું. મુખ્‍ય મહેમાન તરીકે ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળા, ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વીપી વૈષ્‍ણવ, લોઠડા પડોલા પીપળાના ઇન્‍ડસ્‍ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ જયંતીભાઇ સરધારા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

રાજકોટ હાર્ડવેર મેન્‍યુફેકચર એસોસિયેશનના પ્રમુખ મનીષભાઇ પટેલ ઉપપ્રમુખ શ્રી જીજ્ઞેશભાઇ વિરડીયા સેક્રેટરી શ્રી મહેશભાઇ લકકડ અને ખજાનચી દિલીપભાઇ રૂપારેલીયા સાથે પ સલાહકાર સમિતિના સભ્‍યો જોડાયેલ એસોસિએશન દ્વારા છેલ્લા દસ વર્ષથી સમાજના લાભાર્થે અવનવી પ્રવૃત્તિ કરવામાં આવે છે.

કલાકાર હિતેશભાઇ અંટાળા, યોગીતાબેન પટેલ તેમજ બાળ કલાકાર હર્ષ પીપળીયાએ લોકોને હાસ્‍ય અને અવનવા ભજન દ્વારા ખુશ કરેલ. રંગ કસુંબલ ડાયરામાં એકઠું થયેલું ભંડોળ ાગૈશાળાની જરૂરિયાત મુજબ અલગ અલગ ગૌશાળાના લાભાર્થી આપવામાં આવશે.

(4:13 pm IST)