Gujarati News

Gujarati News

News of Monday, 22nd May 2023

મોટામવામાં ૧૫૦ મકાનોને ડિમોલીશનની નોટીસઃ રોષ

અહિં છેલ્લા ૨૬થી વધુ વર્ષથી રહીએ છીએ કાયદેસર કરવા બાપા સીતારામ પાર્કના વિસ્‍તારવાસીઓની માંગઃ આ અંગે યોગ્‍ય કરવા મ્‍યુનિ.કમિશનરને રજુઆત

શહેરનાં મોટામવા વિસ્‍તારમાં બાપાસીતારામ પાર્કમાં મનપા તંત્ર દ્વારા ડિમલીશનની નોટીસ આપવામાં આવતા લતાવાસીઓનું ટોળુ મનપાની સેન્‍ટ્રલ ઝોન કચેરીએ ધસી આવ્‍યુ હતુ અને આ સોસાયટી કાદેસર કરવા માંગ કરી હતી. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. રર :.. શહેરના મોટા મવા વિસ્‍તારના બાપા સીતારામ પાર્કમાં મનપા દ્વારા ડીમોલેશનની નોટીસ આપવામાં આવતા સ્‍થાનીકોએ તંત્રને જગ્‍યા નિયમિત કરી આપવા રજૂઆત કરી હતી.

આ અંગે વિસ્‍તારવાસીઓએ મ્‍યુનિ. કમિશનરને પત્રમાં જણાવેલ કે, મનપા દ્વારા અમોને મોટામવાના ટી. પી. સ્‍કીમ નં. ૧૦ માં સર્વે નં. પ૦ પૈકી ૧-ર, ઓ. પી. નં. ૭ર માં ૭ર-એ.-બી.-સી. ના રહેવાસીઓને રહેઠાણ ખાલી કરવા (ડીમોલીશન કરવા) બાબત તા. ર૦ ના રોજ નોટીસ મળેલ છે.

આ પહેલા તા. ર૧ જાન્‍યુ. ૧૯ ના પણ નોટીસ આવેલ જે અનુસંધાને અમોએ રાજકોટ કલેકટર ઓફીસ, રાજકોટ મ્‍યુનિસીપલ કમીશનરશ્રી તેમજ રૂડામાં ટી. પી. ઓ. માં અમોએ નોટીસનો જવાબી અરજી આપેલ છે. તેમજ તે સમયે ફોટારૂપી પુરાવાઓ પણ સામેલ કરેલ હતા અને જણાવેલ કે અમો સવાસોથી દોઢસો મકાન ધારક કે જેમાં ૪પ૦ ઘર કુટુંબ કબીલા સાથે છેલ્લા ર૬ થી પણ વધુ વર્ષોથી વસવાટ કરીએ છીએ.

આ અમારા જ કબ્‍જાવાળી જમીન કે જે અમોએ દિવસ-રાત મહેનત મજૂરી કરીને પાઇ પાઇ ભેગી કરીને બજારભાવે ખરીદ કરેલ છે. અમો સાવ નાના અને મધ્‍યમ વર્ગીય માણસોએ વર્ષોની મહેનત કરીને અમારા કુટુંબ કબીલા માટે અમારી મરણ મુડી સમાન આ આશરો બનાવ્‍યો છે. વધુમાં જણાવ્‍યા મુજબ શહેરમાં આવી અગણીત સોસાયટીઓ છે જેમને સરકાર દવારા રેગ્‍યુલાઇઝડ કરી આપવામાં આવી છે. અમો સામાન્‍ય વર્ગ લોકો માટે કોઇ રસ્‍તો કાઢીને અમોને ન્‍યાય મળી રહે તેવી રીતે કોઇ માર્ગ કાઢીને આ સોસાયટીને કાયદેસર કરી આપવામાં આવે તેવી માંગણ પણ વિસ્‍તારવાસીઓ દ્વારા કરવામાં આવી હતી.

ઉપરાંત જે તે સમયે બજારભાવથી આ જમીનની ખરીદી કરેલ છે તેમજ આ જમીન પ્રાઇવેટ માલીકીની છે આ અંગે યોગ્‍ય કરવા માંગ કરી છે. મોટા મવા વિસ્‍તારની આ જમીન એસઇડબલ્‍યુના હેતુથી હોઇ મનપા દ્વારા બાપા સીતારામ પાર્કના ૧૩૦ થી વધુ મકાનોને ડીમોલેશનની નોટીસ આપતા સ્‍થાનીકોમાં રોષ ઉઠયો હતો.

(3:37 pm IST)