Gujarati News

Gujarati News

News of Monday, 22nd May 2023

આજીડેમ ઔદ્યોગીક વિસ્‍તારની ૬૬ સહિત ૭૧ મિલ્‍કતોને જપ્‍તી નોટીસ

મનપાની વેરા શાખા ત્રાટકી : લાતી પ્‍લોટ, મોરબી રોડ, રણછોડનગર, રજપૂતપરા, ઢેબર રોડ, નાનામવા રોડ, યુનિ. રોડ, કાલાવડ રોડ સહિતના વિસ્‍તારોની ર૦ મિલ્‍કતોને તાળાઃ૧.૮પ કરોડની વસુલાત

રાજકોટ તા. રર : મનપા દ્વારા મિલ્‍કત વેરા બાકીદારો પાસેથી કડક વસુલાત કરવામાં આવી રહી છે. આ ઝૂંબેશ અન્‍વયે આજે અડધા દિવસમાં વેરા શાખા દ્વારા સદ્દગુરૂનગર, લાતી પ્‍લોટ, મોરબી  રોડ, રણછોડનગર, પુષ્‍કરધામ મેઇન રોડ સહિતના વિસ્‍તારોમાં કાર્યવાહી કરી ર૦ મિલ્‍કતોને સીલ મારી  ૭૧ નેજપ્‍તી નોટીસ આથી હતી. જયારે રૂા.૧.૮પ કરોડની વસુલાત કરવામાં આવી હતી.

મનપાની સત્તાવાર યાદી મુજબ રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર શ્રી આનંદ પટેલની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ ની  રીકવરી ઝુંબેશ અંતર્ગત વોર્ડ નં-૪ સદગુરુ નગરમાં ૧-યુનિટને નોટિસ આપેલ.મોરબી રોડ પર આવેલા ૧-યુનિટ સીલ.વોર્ડ નં-૭ ઢેબર રોડ પર આવેલ એસ.ટી.બસ.પોર્ટ ફર્સ્‍ટ ફલોર શોપ નં.-૨૩ સીલ કરેલ. ઢેબર રોડ પર આવેલ એસ.ટી.બસ.પોર્ટ ફર્સ્‍ટ ફલોર શોપ નં.૧-૨૪  સીલ કરેલ.હતી. વોર્ડ નં- ૮ ચન્‍દ્રર્પાર્ક માં આવેલ ૧-યુનિટ સીલ. વોર્ડ નં-૧૫ઓદ્યોગીક વિસ્‍તારમાં ૬૬-યુનીટને નોટિસ આપેલ.  દુધ સાગર રોડ પર આવેલ ૩ -યુનીટને નોટિસ આપેલહઅતી.

આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી,મયુર ખીમસુરીયા,વિવેક મહેતા, નિરજ વ્‍યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્‍સપેક્‍ટરઓ દ્વારા આસી. કમિ‘ર સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

(3:35 pm IST)