Gujarati News

Gujarati News

News of Monday, 22nd May 2023

૧૪-૪-ર૦ર૩ થી ૧૬-પ-ર૦ર૩ સુધીમાં

નવી જંત્રી બાદ પણ જમીન-ફલેટ-મકાનના દસ્‍તાવેજોમાં ભારે ધસારોઃ૧ મહિનામાં ૧૪૮૦૦ થી વધૂ નોંધણીઃ ૬૮ કરોડની આવક

સ્‍ટેમ્‍પ ફીની ૧૧ાા કરોડની આવકઃ સૌથી વધૂ મોરબી રોડ પર ૧૬૮પ તો સૌથી ઓછા વિંછીયામાં ૮૯ દસ્‍તાવેજો નોંધાયા

રાજકોટ તા. ર૦ : ગત તા. ૧પ એપ્રિલથી રાજકોટ સહિત રાજયભરમાં નવી જંત્રીની અમલવારી શરૂ થઇ છે, જબરી સ્‍ટેમ્‍પ ડયુટી-ફી વધી હોવા છતાં દસ્‍તાવેજ નોંધણીમાં ઉછાળો યથાવત રહ્યો છે.રાજકોટ શહેર-જીલ્લામાં ૧૪-૪-ર૦ર૩ થી ૧૬-પ-ર૦ર૩ સૂધીમાં - એટલે કે એક મહિનામાં કુલ ૧૮ ઝોન-સબ રજીસ્‍ટ્રાર કચેરીમાં ૧૪ હજાર ૮૭૦ દસ્‍તાવેજ થયાનું કલેકટર કચેરીના અધિકારી સૂત્રોએ ઉમેર્યુ હતું.

આ સાધનોએ જણાવેલ કે નવી જંત્રી બાદ પણ તમામ સ્‍લોટ દરરોજ હાઉસફુલ જાય છે, શહેર-જીલ્લામાં થઇને એવરેજ ૬૦૦ થી ૭૦૦ દસ્‍તાવેજો જમીન-મકાન-ફલેટ-પ્‍લોટ અંગે થઇ રહ્યા છે.

સૌથી વધૂ ઝોન-ર-મોરબી રોડ પર ૧પ૮પ તો સૌથી ઓછા વિંછીયામાં -૮૯ દસ્‍તાવેજો થયા છે. સરકારને સ્‍ટેમ્‍પ ડયુટીની ૬૮ કરોડ ૬૬ લાખ ૧૮ હજારથી વધૂની અને સ્‍ટેમ્‍પ ફીની ૧૧ કરોડ ૪૩ લાખ ૧૭ હજારથી વધૂની આવક થઇ છે.

ઝોન વાઇઝ જોઇએ તો રાજકોટ-૩-રતનપર ક્ષેત્રમાં ૧૦પ૬, ઝોન-પ મવામાં ૮૮૬, ઝોન-૮-રાજકોટ રૂરલમાં -૭૮ર, ઝોન-૧માં ૯૮૬, કોટડાસાંગાણી-૬૬પ, રાજકોટ-૪ રૈયા ક્ષેત્રમાં-૧૩૦પ, જેતપુર-૮૦૮, ઉપલેટા-પર૧, રાજકોટ-ર-મોરબી રોડ ક્ષેત્રમાં ૧૬૮પ, વિંછીયા ૮૯, જસદણ, ૬૯૦, રાજકોટ-૭-કોઠારીયા વિસ્‍તારમાં-૮૧૯, ગોંડલ-૧૪૬૪, પડધરી, ૩ર૧, લોધીકા-૯૭૮, ધોરાજી-૩૦૬, રાજકોટ-૬-મવડી ક્ષેત્રમાં-૧૩પર, અને જામકંડોરણા, સબ રજીસ્‍ટ્રાર કચેરીમાં-૧૪૭ દસ્‍તાવેજો નોંધાયા છે.

(2:52 pm IST)