Gujarati News

Gujarati News

News of Monday, 22nd May 2023

સોમવારથી ગરમીમાં રાહત : પવનનું જોર રહશેઃ કોઇ-કોઇ જગ્‍યાએ છાંટાછુટી- વરસાદ ચાલુ રહશે

રાજકોટ : વેધરની ખાનગી સંસ્‍થાએ જણાવ્‍યું છે કે આગામી સોમવારથી ચારેક દિવસ ગરમીમાં રાહત રહેશે. સાથે હવે લોકલ વાતાવરણથી કયાંક સામાન્‍ય અસ્‍થિરતાની સામાન્‍ય અસર જોવા મળશે. હાલમાં બપોરથી રાતના સમયે પવનનું જોર વધુ જોવા મળે છે જે યથાવત રહશે. છેલ્લા ચાર -પાંચ દિવસથી કયાંક- કયાંક છુટાછવાયા હળવા ઝાપટા કે વરસાદ ચાલુ છે  જે આ મહિનાના અંત સુધીમાં ચાલુ જ રહશે. અવાર-નવાર કોઇ-કોઇ દિવસે બપોર બાદ લોકલ લેવલ (વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સની અસરથી) સામાન્‍ય અસરથી રાજયના એકલ દોકલ કે વધુ જગ્‍યાએ કયાંક - કયાંક છાંટાછુટી  કે વરસાદ ચાલુ રહશે. 

(12:40 pm IST)