Gujarati News

Gujarati News

News of Saturday, 22nd May 2021

જામનગરમાં જુગારના ગુનામાં ફરાર મોસીન ઉર્ફે મુન્નો રૈયા રોડ પરથી પકડાયો

રાજકોટ,તા. ૨૨ : રૈયા રોડ પરથી ગાંધીગ્રામ પોલીસે બાતમીના આધારે જામનગર પોલીસ મથકમાં નોંધાયેલા જુગારના ગુનામાં નાસતા ફરતા શખ્સને પકડી લીધો છે.

મળતી વિગત મુજબ જામનગર સીટી સી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલા જુગારના ગુનામાં નાસતો ફરતો શખ્સ રાજકોટના રૈયા રોડ પર ઉભો હોવાની ગ્રાંધીગ્રામ પોલીસ મથકના કોન્સ. ગોપાલભાઇ અને દિવ્યરાજસિંહ જાડેજાને બાતમી મળતા પીઆઇ કે.એ.વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ જે.જી.રાણા, હેડ કોન્સ. ખોડુભા જાડેજા, વનરાજભાઇ, ભરતભાઇ, દિવ્યરાજસિંહ, ગોપાલભાઇ, દિગ્વીજયસિંહ અને દિનેશભાઇ સહિતે રૈયા રોડ પરથી મોસીન ઉર્ફે મુન્નો દોસમામદભાઇ કોમલીયા (ઉવ.૩૬) (રહે. રૈયા રોડ કનૈયા ચોક મદ્રાસાની બાજુમાં) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(4:15 pm IST)