Gujarati News

Gujarati News

News of Saturday, 22nd May 2021

કોઠારીયા રોડ શ્રીનગર સોસાયટીમાં રમેશ વેગડના મકાનમાં દરોડોઃ પતા ટીંચતા ૪ ઝડપાયા

ભકિતનગર પોલીસનો દરોડોઃ ૧૦ હ હજારની રોકડ સહીતની મતા કબ્જે

રાજકોટ, તા., ૨૨: કોઠારીયા રોડ ઉપર આવેલી શ્રીનગર સોસાયટીના મકાનમાં  જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે ભકિતનગર પોલીસે દરોડો પાડી ત્રણ મહિલાઓ સહીત ચાર શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શ્રીનગર સોસાયટી શેરી નં. પ માં આવેલા એક મકાનમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની ભકિતનગર  પોલીસ મથકના કોન્સ. વિશાલભાઇ દવે અને ભરતભાઇ જોગીયાને બાતમી મળતા પીઆઇ જે.ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.એન.હાથલીયા, એએસઆઇ એસ.વી.ડાંગર, કોન્સ. રણછોડભાઇ ધુધલ, વિશાલભાઇ, ભરતભાઇ તથા કોન્સ. વર્ષાબેન સહીતે શ્રીનગર સોસાયટી શેરી નં. પ માં આવેલા મકાનમાં  દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મકાન માલીક રમેશ ભગવાનજીભાઇ વેગડ તથા દિવ્યાબેન રમેશભાઇ વેગડ, ઘનશ્યામનગરના ખુણા પાસે રહેતા ભાવનાબેન પ્રવિણભાઇ અગ્રવાલ અને કોઠારીયા રોડ અને કોઠારીયા રોડ ગોકુળ પાર્ક શેરી નં. ૩ ના મનીષાબેન જીતભાઇ વાસાણીને પકડી લઇ રૂ. ૧૦પપપ૦ની રોકડ સહીતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(3:20 pm IST)