Gujarati News

Gujarati News

News of Saturday, 22nd May 2021

શહેરમાં છેલ્લા ત્રણ માસમાં પાણીની ૫૪૮૨ ફરિયાદોનો ધોધ વહ્યો

સૌથી વધુ વોર્ડ નં.૭માં ૬૩૧ તથા સૌથી આછી વોર્ડ નં.૬માં ૭૭ ફરીયાદ નોંધાઇઃ પાઇપલાઇન લીકેજ, ગંદા -ધીમા પાણી, ડાયરેકટ પમ્પીંગ તથા અનઅધિકૃત કને. સહિતનાં પ્રશ્ને લોકો હેરાન પરેશાન

રાજકોટ,તા.૨૨: શહેરીજનો માટે માર્ચ અને એપ્રિલમાં કોરોનાની બીજી લહેર ઘાતક રૂપ રહી હતી. તો બીજી તરફ જયારે શહેરને પાણી પૂરૂ પાડતા જળાશયો છલોછલ છે ત્યારે  પાણીને લગતી વિવિધ સમસ્યાનો સમાનો કરવો પડયો હતો. મ્યુ.કોર્પોરેશનમાં  છેલ્લા ત્રણ માસમાં ૫૪૮૨ ફરીયાદો આવી હોવાનું સતાવાર રીતે જાહેર થયુ છે.

વોર્ડ નં.૧થી ૧૮માં વોર્ડ વાઇઝ પાણીની કેટલી ને કયા-કયા પ્રકારની તા.૧ ફેબ્રુઆરી થી ૩૦ એપ્રિલ સુધીમાં ફરીયાદો આવી છે.

 તે બાબતે તંત્ર વાહકોએ જણાવ્યુ હતુ કે, વોર્ડ નં.૧ થી ૧૮માં પાઇપ લાઇન લીકેજની ૨૪૨૦, ગંદુ પાણીની ૧૫૩૪, ધીમુ પાણીની ૧૪૧૧ તથા ડાયરેકટ પંમ્પીંગની ૯૭ તથા અનઅધિકૃત કને.ની ૨૦ સહિત કુલ ૫૪૮૨ ફરીયાદો આવી હતી.

મ.ન.પા. દ્વારા ૧ થી ૧૮નાં વોર્ડ વાઇઝ જાહેર કરેલ આંકડા તરફ એક નજર કરીએતો સૌથી વધુ વોર્ડ નં.૭માં ૬૩૧ તથા સૌથી ઓછી વોર્ડ નં.૬માં માત્ર ૭૭ ફરીયાદો આવી હતી. આ તમામ ફરીયાદોમાં પાઇપ લાઇન લીકેજની વોર્ડ નં.૧૨માં ૩૨૬, ગંદા પાણીની વોર્ડ નં.૭માં ૨૧૫, ધીમા પાણીની વોર્ડ નં.૧૧માં ૧૯૨ તથા ડાયરેકટ પંમ્પીંગની વોર્ડ નં.૧૧માં ૨૭, તથા અનઅધિકૃત કને.ની વોર્ડ નં.૧માં ૬ ફરીયાદો સૌથી વધુ આવી હતી.

(2:59 pm IST)