Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

લોકડાઉન છતા રાજકોટવાસીઓએ તંત્રની તીજોરીમાં મીલ્કત વેરાનાં ૩૦.૬૧ કરોડ ઠાલવ્યા

શહેરનાં કુલ ૭૪,૮૯૬ કરદાતાઓએ વેરો ભરી વળતર યોજનાનો લાભ લીધોઃ સૌથી વધુ વેસ્ટ ઝોનમાં રૂ.૧૫.૮૫ કરોડ ઠલવાણાઃ ઓનલાઇનથી રૂ.૨૫.૩૦ કરોડની આવક

રાજકોટ, તા. ૨૨: લોકડાઉનની સ્થિતિમાં મહાપાલિકા દ્વારા ઓનલાઇન વેરો સ્વીકારવાનું ચાલુ છે અને ૧૦મી એપ્રિલથી વેરામાં ૧૧ થી ૧૬ ટકાનું વળતર આપવાનું શરૂ થયું છે ત્યારે આજદિન સુધીમાં ૭૪,૮૯૬ કરદાતાઓએ તંત્ર તિજોરીમાં  કુલ રૂ. ૩૦.૬૧ કરોડ ઠાલવી દીધા છે. સૌથી વધુ ૨૫.૩૦ કરોડનો વેરો ઓનલાઇન ભર્યો છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની વેરા શાખાના સત્તાવાર સુત્રોમાંથી મળતી માહિતી મુજબ તંત્રની તીજોરીમાં આજદિન સુધીમાં ૭૪,૮૯૬ કરદાતાઓએ રૂ. ૩૦.૬૧ કરોડનો મિલ્કત વેરો ભર્યો છે. જેમાં સૌથી વધુ ૬૪,૩૬૪ કરદાતાઓ ઓનલાઇનથી વેરો ભરતા રૂ. રપ.૩૦ કરોડની આવક થવા પામી છે.

આમ ત્રણેય ઝોનની સરખામણીમાં ન્યુ રાજકોટ એટલે કે વેસ્ટ ઝોનમાં સૌથી વધુ ૧પ.૮પ કરોડનો વેરો ભર્યો છે. જયારે ઇસ્ટ ઝોન એટલે કે સામાકાંઠે માત્ર ૩.પ૧ કરોડનો વેરો ભરપાઇ થયો છે.

અત્રે નોંધનીય છે કે, મ્યુ. કોર્પોરેશન દ્વારા છેલ્લા સપ્તાહથી શહેરમાં આવેલ ૬ સીવીલ સેન્ટર પરથી વેરો સ્વીકારવામાં આવી રહ્યો છે.

(3:49 pm IST)