Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

હિરાસર એરપોર્ટઃ રનવે-પટ્ટીમાં ચેકડેમ વિલન!!

એરપોર્ટ ખાતુ દોડી આવ્યું: કલેકટરે બપોર બાદ સિંચાઇ એરપોર્ટની મીટીંગ બોલાવી

રાજકોટ તા. રર : શહેરથી ર૦ કિ.મી.દૂર હિરાસર નજીક હિરાસર એરપોર્ટનું કામ ચાલી રહ્યું છે, કોન્ટ્રાકટર કંપની દિલીપ બીલ્ડકોન દ્વારા ફરતી  બાઉન્ડ્રી અને રન-વે પટ્ટી પહેલા બનાવવા ૧પ૦ થી ર૦૦ મજુરો કામે લગાડયા છે.

દરમિયાન ગઇકાલે રન-વે પટ્ટીના માપ સમયે ત્યાં રહેલ ચેકડેમ નડતરરૂપ રહેતા તુર્તજ સિંચાઇ ખાતાનું ધ્યાન એરપોર્ટ ઓથોરીટીએ દોર્યું હતું પરંતુ સિંચાઇ ખાતાના અધિકારીઓએ સિંચાઇના કન્ટ્રોલરૂમ-વાયરલેસ સેટ અંગે કામગીરી હોય આવવાની ના પાડી દેતા, કલેકટર તંત્રના અધિકારીઓનું ધ્યાન દોરાયું હતું.

આ પછી કલેકટર શ્રી રેમ્યા મોહને આ ચેકડેમ હટાવવા સંર્દભે એરપોર્ટ ઓથોરીટીના અધિકારી, કોન્ટ્રાકટર કંપની અને સિંચાઇ ખાતાના અધિકારીઓ સાથે મીટીંગ યોજી છે, જેમાં ફાઇનલ નિર્ણય લેવાશે.

(2:56 pm IST)