Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

રાજકોટના ડીસ્ટ્રીકટ જજ દ્વારા અરજન્ટ કાર્યવાહી ચલાવવા તા. ૮ જુન સુધી ન્યાયધીશોને ચાર્જની ફાળવણી

રાજકોટ, તા.રર :  રાજકોટના સેસન્સ એન્ડ ડીસ્ટ્રીકટ જજ યુ.ટી. દેસાઇ દ્વારા રાજકોટની સેસન્સ કોર્ટમાં ચાલી રહેલ અરજન્ટ કાર્યવાહી સંબંધે આગામી તા. ૮ જુન સુધી સેસન્સ કોર્ટના ન્યાયધીશોને ચાર્જની ફાળવણી કરવામાં આવી છે.

આવતીકાલથી શનિ-રવિ-સોમ જાહેર રજા અને ઇદની રજા છે. જયારે તા.ર૬ અને ર૭ મે ના રોજ અરજન્ટ કાર્યવાહી માટે એડી. સેસ. જજ શ્રી આર. એલ. ઠક્કર ચાર્જમાં રહેશે.

ત્યારબાદ તા. ર૮ અને ર૯ મે ના રોજ એડી સેસન્સ જજશ્રી ડી.ડી. ઠક્કરને અરજન્ટ કેસો જેવા કે જામીન અરજી, આગોતરા અરજી અને રીમાન્ડ સંબંધની રિવીઝનનો ચલાવવા માટે ચાર્જની ફાળવણી કરવામાં આવી છે. આગામી તા. ૩૦ મે અને ૧ લી જુન માટે એડી. સેસ જજ ડી.એ. વોરાને ચાર્જ સોંપાયો છે.

જયારે તા. ર અને ૩ જુને એડી. સેસ જજશ્રી પરમારને ચાર્જની ફાળવણી કરવામાં આવી છે. તા. ૪ અને પ જુન માટે શ્રી ડી.કે. દવેને ચાર્જ સોંપાયો છે.

જયારે તા. ૬ અને ૮ જુનના દિવસે એડી. સેસ. જજશ્રી બ્રહ્મભટ્ટ ચાર્જમાં રહેશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે સામાન્ય મે જુનમાં ઉનાળુ વેકેશન કોર્ટોમાં રાખવામાં આવે છે પરંતુ કોર્ટો બંધ હોવાના કારણે લોકડાઉનમાં જ કોર્ટોનું વેકેશન પુરૂ થઇ ગયુ છે.

(2:52 pm IST)