Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

રાજકોટ બાર એસો. દ્વારા અદાલતોની કામગીરી શરૂ કરવા મુખ્યમંત્રી ચીફ જસ્ટીસને લેખિત રજુઆત

સાક્ષીઓને બોલાવ્યા સિવાયની વકીલ કામગીરીને શરૂ કરવા માંગણીઃ રાજકોટ જીલ્લા બાર એસો. દ્વારા પણ કલેઇમ, સિવિલ, ફોજદારી કેસોનું હિયરીંગ થઇ ગયેલ હોય તેના નિર્ણયો જાહેર કરવા પત્ર લખાયોઃ છેલ્લા ૬૦ દિવસથી કોર્ટોની કામગીરી બંધ છેઃ વકીલોની આર્થિક સ્થિતિ કફોડી બની ગઇ છેઃ કોર્ટો વધુ સમય બંધ રહેશે તો સતત ભારણ વધતું રહે તેમ હોય કોર્ટોની કામગીરી ચાલુ કરવી જોઇએ...

રાજકોટ તા. રરઃ રાજકોટ બાર એશો.ના સેક્રેટરી જીજ્ઞેશભાઇ જોષી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી, ચીફ જસ્ટીસ, કાયદામંત્રી, ચીફ સેક્રેટરી અને રાજકોટ ડીસ્ટ્રીકટ જજને એક પત્ર પાઠવીને રાજકોટ ડીસ્ટ્રીકટ કોર્ટ અને લોઅર કોર્ટોમાં સાક્ષીઓને બોલાવ્યા સિવાયની વકીલ કામગીરી જેવી કે, પરચુરણ અરજીઓની દલીલો ફાયનલ કેસોની દલીલો અને કોર્ટની કામગીરીઓ તાત્કાલીક શરૂ કરવા લેખિત રજુઆત કરી છે.

ગુજરાત રાજય દ્વારા પણ લોકડાઉન આગામી તારીખ ૩૧/પ/ર૦ર૦ સુધી જાહેર કરેલ છે પરંતુ મુખ્યમંત્રીશ્રીએ તમામ દુકાનો તથા નાના રોજગારોને છુટ આપેલ છે પરંતુ છેલ્લા આશરે ૬૦ દિવસ થયા કોર્ટની કામગીરી, સબ રજીસ્ટ્રારની કામગીરી તથા અન્ય મહેસુલી કામગીરી જે વકીલો મારફતે થતી હોય તે તમામ કામગીરી હાલ બંધ છે જેથી રાજકોટ બાર એશોસીએશનની વકીલોના હિતમાં વિનંતી કરે છે કે રાજકોટ ડીસ્ટ્રીકટ તથા રાજકોટ ડીસ્ટ્રીકટની લોઅર કોર્ટોમાં સાક્ષીને બોલાવ્યા સિવાયની માત્ર વકીલોને લગતી કામગીરી જેવી કે પરચુરણ અરજીઓની દલીલો ફાઇનલ કેસોની દલીલો શરૂ કરવા કોર્ટની કામગીરી ઝુમ એપ્લીકેશન દ્વારા શરૂ કરવામાં આવેલ છે પરંતુ બધા જ વકીલશ્રીઓને આ કાર્ય પધ્ધતી અનુકુળ આવતી હોય તેવું જણાતું નથી આથી કોર્ટ કમ્પાઉન્ડમાં કોઇ અરજદાર કે કોઇ સાક્ષી પ્રવેશ ન કરે અને માત્ર વકીલો જ કોર્ટ કમ્પાઉન્ડમાં પ્રવેશ કરે જેથી કોરોના વાયરસનું સંક્રમણ ફેલાય તેવી શકયતા ઘણી જ ઓછી થઇ જાય તેમ છે.

હાલ તમામ ડોકટરના નિવેદન નેશનલ ચેનલ પર આવે છે કે જેમાં સ્પષ્ટ કહેવામાં આવે છે કે આપણે કોરોનાની સાથે જ જીવવાની આદત પાડવી પડશે. હાલ છેલ્લા ૬૦ દિવસ થયા અમુક જામીન અરજી સિવાય તમામ કોર્ટ કાર્યવાહી બંધ છે આવા સંજોગોમાં કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો ઘણા વકીલોની આર્થિક પરિસ્થિતિ ભવિષ્યમાં બગડી જાય તેવા સંજોગો છે તથા કોર્ટો ઉપર પણ પહેલેથી જ કેસનું ભારણ વધુ છે અને હાલ પણ જો કોર્ટ બંધ રહેશે તો આ ભારણમાં સતત વધારો થતો જશે જે બાબત તરફે અમો રાજકોટ બાર એશોસીએશન દ્વારા ધ્યાન દોરીએ છીએ તથા વિનંતી કરીએ છીએ કે રાજકોટ ડીસ્ટ્રીકટ તથા રાજકોટ ડીસ્ટ્રીકટની લોઅર કોર્ટોમાં સાક્ષીને બોલાવ્યા સિવાયની માત્ર વકીલોને લગતી કામગીરી જેવી કે પરચુરણ અરજીઓની દલીલો, ફાઇનલ કેસોની દલીલો શરૂ કરવા કોર્ટની કામગીરી તાત્કાલીક શરૂ કરવા રાજકોટ બાર એસો.એ જણાવ્યું છે.

આ લેખીત રજુઆતને રાજકોટ બાર એશોસીએશનના (પ્રમુખ) બકુલભાઇ વિ. રાજાણી (ઉપ પ્રમુખ) ઇન્દ્રસિંહ ઝાલા (સેક્રેટરી) ડો. જીજ્ઞેશભાઇ જોશી (જોઇન્ટ સેક્રેટરી) કેતનભાઇ દવે (ટ્રેઝરર) રક્ષીતભાઇ કલોલા (લાયબ્રેરી સેક્રેટરી) સંદીપભાઇ વેકરીયા તથા કારોબારી સભ્ય શ્રી અજયભાઇ પીપળીયા, કેતનભાઇ મંડ, ધવલભાઇ મહેતા, પીયુષભાઇ સખીયઇા, વિજયભાઇ રૈયાણી, પંકજભાઇ દોંગા, વિવેકભાઇ ધનેશા, મનીષભાઇ આચાર્ય, કૈલાશભાઇ જાની, રેખાબેન તુવાર દ્વારા સમર્થન આપવામાં આવેલ છે.

રાજકોટ ડીસ્ટ્રિકટ બાર એસોસિએશન તથા રાજકોટ રેવન્યુ બાર એસોસિએશન દ્વારા પણ મુખ્યમંત્રી અને ચીફ જસ્ટિસ વિગેરેને પત્ર પાઠવી રાજયોની કોર્ટો ચાલુ કરવા રજુઆત કરી છે.

હાલમાં સમગ્ર ભારતમાં કોવિડ-૧૯ ની મહામારીના કારણે લોકડાઉનના કારણે ઘણા સમયથી કોર્ટોમાં અરજન્ટ મેટરો સિવાયની કાર્યવાહી બંધ હાલતમાં છે. આ વિકટ પરિસ્થિતિનું નિર્માણ થતાં રાજયભરના જુનિયર વકિલોની આર્થિક હાલત કફોડી થઇ ગયેલ હોય રાજયભરની જીલ્લા તથા તાલુકાની કોર્ટોમાં જામીન અરજીઓ, રીમાન્ડ અરજીઓ અને પ્રોડકશનની કાર્યવાહીઓ ચાલુ છે પરંતુ સિવીલ, ફોજદારી પ્રકારના કેસો, પરચુરણ અરજીઓમાં ફાઇનલ હિયરીંગ માટે ઘણા કેસો અરજીઓ પેન્ડિંગ હોય તેમજ ગુજરનારની મિલ્કતોના વારસા, પ્રોબેટ, લેટર ઓફ એડમીનીસ્ટ્રેશન વિગેરે સર્ટીફીકેટ મેળવવાની અરજીઓ પેન્ડિંગ છે તેના હુકમો થયેલ નથી અને નવી અરજીઓ થઇ શકતી નથી. તેમજ પોલિસ દ્વારા કબજે કરેલ મુદામાલ ઘણા સમયથી પોલિસ કે અદાલતના કબજામાં છે અને ચોમાસું આવતા અને સમયના વ્યયના કારણે બગડી જવાની પુરેપુરી શકયતાઓ છે તેની અરજીઓ પેન્ડિંગ છે અને તેમાં હુકમો થયેલ નથી તથા નવી અરજીઓ થઇ શકતી નથી. તેમજ કલેઇમ કેસોમાં થયેલ હુકમોથી અરજદારોને વળતરનું ચુકવણું કરવાનું અટકી ગયેલ છે. તેમજ કલેઇમ, સિવીલ તથા ફોજદારી કેસોનું ફાઇનલ હીયરીંગ, વચગાળાની અરજીઓનાં હીયરીંગ કે હુકમો કરવાના બાકી છે.

નેગોશિયેબલના ઘણા કેસો ફાઇનલ હીયરીંગ, ફાઇનલ તથા વચગાળાના હુકમો માટે પેન્ડિંગ છે તેમજ ઘણા નવા કેસો દાખલ થવાના બાકી છે અને તેમાં પક્ષકારોની હાજરીની જરૂરિયાત હોય આમ, દરેક જીલ્લા તથા તાલુકાની કોર્ટોમાં પેન્ડિંગ રહેલા લીટીગેશનોની સંખ્યા ખુબ જ વિશાળ હોય તેમજ જે લીટીગેશનોમાં પક્ષકારોની રૂબરૂ હાજરીની જરૂરીયાત ન હોય તેવી કોર્ટ કાર્યવાહીઓ ન્યાયના હિતમાં ભવિષ્યમાં કોર્ટ કેસોનું ભારણ વધતું અટકાવવા ઉપરોકત લીટીગેશનોનો સત્વરે નિકાલ કરવા જીલ્લા તથા તાલુકાની કોર્ટોને જરૂરી ગાઇડલાઇન સાથે ઉપરોકત કાર્યવાહીઓ ચલાવવા જરૂરી સુચના થવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, ચીફ જસ્ટિસ સાહેબ શ્રી વિક્રમ નાથ, કાયદા મંત્રીશ્રી અને રાજકોટ ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ જજ સાહેબને રાજકોટ ડિસ્ટ્રિકટ બાર તથા રેવન્યુ બાર એસોસિએશનના એન. આર. જાડેજા, સી. એચ. પટેલ, મેહુલભાઇ મહેતા, દિલીપભાઇ જોષી, અજય પીપળીયા, એન. વી. પટેલ, નલીન આહયા, જયેશ બોઘરા, ડી. ડી. મહેતા, ધીરૂભાઇ પીપળિયા, હરેશ પરસોંડા, જતીનભાઇ ઠકકર, વી. ડી. રાઠોડ, વિરેન વ્યાસ, નિવિદભાઇ પારેખ, નિરવભાઇ પંડયા, નયન વ્યાસ, વિરેન રાણીગા, ધર્મેશ સખિયા, કિશન રાજાણી, મહેન્દ્ર શાહ, પ્રતિક વ્યાસ, હિરેન રૈયાણી, વિજય રૈયાણી, નૃપેન ભાવસાર, મહેશ ચાવડા, કૃણાલ દવે, શ્યામ પરમાર, રાજેશ ચાવડા, મહેશ ચાવડા, અંશ ભારદ્વાજ, આનંદ પરમાર, સોહિન મોર, રાજેશ નશિત, આનંદ રાધનપુરા, શ્રી કિશન વાલ્વા, જીજ્ઞેશ સભાડ, જીતેન્દ્ર કે. ગોસાઇ, જીતેન્દ્રસિંહ પરમાર, એન્જલ સરધારા, શૈલેષ સુચક, દિવ્યેશ છગ, ઇસ્માઇલ પરાસરા દ્વારા રજુઆત કરવામાં આવેલ છે.

(2:52 pm IST)