Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

કોરોન્ટાઇન ગુરૂજીનગર આવાસ યોજનામાં ફરીયાદ ઉઠતા તાબોડતોડ રાશનકીટની વ્યવસ્થા કરતા અધિકારી -કોર્પોરેટરો

રાજકોટ : શહેરનાં વોર્ડ નંબર ૯માં સાધુવાસવાણી રોડ પર આવેલી ગુરુજી નગર આવાસ યોજનાને કોરોનટાઈન કરવામાં આવેલી હોય ત્યાંના સ્થાનિકોની રજૂઆત મુજબ વોર્ડ નંબર ૯ના કોર્પોરેટર કમલેશભાઈ મેરાણી, કોર્પોરેટર પુષ્કરભાઈ પટેલ, આસિસ્ટન્ટ કમિશનર સમીર ધડુક ,વોર્ડ ઓફિસર ધવલ જેસડીયા,  વોર્ડના એસ આઈ મનોજભાઈ વાઘેલા, એસ.એસ.આઈ ઉદયસિંહ તુવરા તથા સામાજિક અગ્રણી હિતેશભાઈ સાવલિયા દ્વારા સ્થાનિકોને વહેલી સવારે દૂધ તથા આવાસ દીઠ પાંચ કિલો ડુંગળી તથા પાંચ કિલો બટાટાનું વિતરણ કરવામાં આવેલું હતું. ઉપરોકત વસ્તુઓ મળવાથી ગુરૂજી નગર આવાસ યોજના રહીશો દ્વારા હૃદય પૂર્વક આભાર માનવામાં આવ્યો તથા તેઓનો રાજીપો વ્યકત કરવામાં આવ્યો હતો. તેમ કોર્પોરેટરની યાદીમાં જણાવાયું હતું.

(2:51 pm IST)