Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

ધો.૧૨ સાયન્સના પરિણામમાં ક્રિષ્ના સ્કૂલે મેળવેલી જવલંત સફળતા

રાજકોટઃ ગુજરાત માધ્યમિક શિક્ષણ પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ માર્ચ ૨૦૨૦ના  ધોરણ.૧૨ સાયન્સનું પરીણામ જાહેર થયું. ઓનલાઇન જાહેર થયેલ ધોરણ-૧૨ સાયન્સના પરિણામમાં ક્રિષ્ના સ્કૂલે જવલંત સફળતા પ્રાપ્ત કરી.ક્રિષ્ના સ્કૂલે વર્તમાન સમયમાં કોરોના મહામારીને કારણે લોકડાઉન ચાલી રહેલ હોવાથી ઉજવણી કરી ન હતી. પરંતુ શાળાનાં ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ગજેરા અને શ્રીમતી તૃપ્તિબેન ગજેરાએ વિદ્યાર્થીઓને ઓનલાઇન શુભેચ્છા સાથે આર્શીવાદ પાઠવ્યા. વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની મંગલ કામના કરી હતી. તાજેતરમાં જાહેર થયેલ ધોરણ-૧૨ સાયન્સના બોર્ડના પરિણામમાં પારેખ કુંજે ૯૯.૬૮PR સાથે સોમૈયા હિરવાએ ૯૯.૬૭ PR સાથે ઝાલા ઉર્વશીબાએ ૯૯.૫૯ PR સાથે હિંગુ અંજલીએ ૯૯.૫૧ PRસાથે જોબનપુત્રા હેત્વીએ ૯૯.૫૦ PR સાથે ઝરૂ વિરાજે ૯૯.૪૬ PR સાથે બોરડ સાહિલે ૯૯.૩૪PR અને બોરડ રવિએ ૯૯.૦૫ PRસાથે સફળતા પ્રાપ્ત કરી શાળા પરીવારનું ગૌરવ વધારેલ છે. આ તબક્કે શાળાના ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ગજેરા અને શ્રીમતી તૃપ્તિબેન ગજેરા તેમજ સમગ્ર શાળા પરિવાર તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને શુભેચ્છા પાઠવે છે કે તેઓ પોતાના સ્વપ્નને સાકાર કરી ઉચ્ચત્તમ કારકિર્દીનું નિર્માણ કરે.

(2:51 pm IST)