Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

રાતે તો સમજ્યા દિવસે તો હટાવો, આ બેરિકેડ ટ્રાફિક જામ સર્જે છે

શહેરમાં લોકડાઉન અંતર્ગત સાંજના સાતથી સવારના સાત સુધી કર્ફયુનો અમલ કરાવવામાં આવે છે. આ કારણે શહેરભરના મુખ્ય રસ્તાઓ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાય છે અને બેરિકેડનો ઉપયોગ કરી રસ્તા બંધ કરી દેવાય છે. ઇમર્જન્સી વાહનો નીકળે તો તેને રસ્તો અપાય છે. લગભગ તમામ રસ્તાઓ પરના આ બેરિકેડ રાતે તો ઠીક છે, પરંતુ સવારે પણ જેમના તેમ રોડ વચ્ચે રાખી દેવામાં આવતાં હોઇ આને કારણે ટ્રાફિકજામ સર્જાય છે. એક બેરિકેડ રૂડા કચેરી નજીક જમીનદોસ્ત થયેલું જોઇ શકાય છે. અન્ય દ્રશ્યમાં રોડ પર દિવસે પણ બેરિકેડ જોઇ શકાય છે. સવારથી સાંજ સુધીના સમયમાં તેને સાઇડમાં હટાવી લેવામાં આવે તે જરૂરી છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(2:14 pm IST)