Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

સંત કબીર રોડ શકિતનગરમાંથી કુંભાર પરિણિતા આશા ૨ વર્ષના પુત્ર સાથે લાપતા

મોરબી સાસરૂ ધરાવતી પરિણીતા ચારેક મહિનાથી રાજકોટ ખાતે માવતરે રહે છેઃ આકુળ વ્યાકુળ પરિવારજનોની સતત શોધખોળઃ પોલીસને જાણ કરવામાં આવી

રાજકોટ તા. ૨૨: શહેરના સામા કાંઠે સંત કબીર રોડ પર શકિત સોસાયટી-૧૪માં હાલ માવતરને ત્યાં રહેતી મોરબી સાસરૂ ધરાવતી આશાબેન હાર્દિકભાઇ મૈજડીયા (વરીયા કુંભાર) (ઉ.વ.૨૭) ગઇકાલે સાંજે સાડા છએક વાગ્યે ૨ વર્ષના પુત્ર રિષી સાથે ઘરેથી નીકળ્યા બાદ ભેદી રીતે લાપતા થતાં અને શોધખોળ કરવા છતાં કયાંય પત્તો ન મળતાં આકુળ વ્યાકુળ પરિવારજનોએ પોલીસને જાણ કરવા તજવીજ હાથ ધરી છે.

આશાબેનના લગ્ન મોરબી લીલાપર રોડ પર પ્રજાપતિ સોસાયટીમાં રહેતાં હાર્દિક જેરામભાઇ મૈજડીયા સાથે થયા છે અને તેને સંતાનમાં બે વર્ષનો પુત્ર છે. પતિ સિરામીક ફેકટરીમાં નોકરી કરે છે. પતિ-પત્નિ વચ્ચે માથાકુટ થતાં તેણી ચારેક મહિનાથી રાજકોટ ભાઇ પિતા અશોકભાઇ સખનપરા, માતા શારદાબેન અને ભાઇ મેરૂભાઇ સખનપરા સાથે રહે છે. અહિથી તે સાંજે દિકરાને લઇને નીકળી ગઇ હતી. પરિવારજનોએ ઠેર-ઠેર શોધખોળ કરી હતી. પણ પત્તો મળ્યો નહોતો. આજે સવારે આ અંગે પોલીસને જાણ કરવા કાર્યવાહી કરી છે. તેણી કયા કારણોસર નીકળી ગઇ તે અંગે તેમના માવતર પક્ષના લોકો જાણતા નથી. તસ્વીરમાં દેખાતી આશાબેન બાળક સાથે કોઇને જોવા મળે તો મો. ૯૨૭૭૫ ૫૩૮૭૨, ૭૦૧૬૩ ૧૮૬૨૮, ૯૮૨૫૪ ૬૨૨૨૦ અથવા પોલીસને જાણ કરવા જણાવાયું છે.

(12:41 pm IST)