Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

મોટામવા- માધાપર- ઘંટેશ્વર- કોટડાસાંગાણી- વિંછીયા પંથકમાં પાણીના ટેન્કરો મંજૂર કરતી કમીટી

રાજકોટની રંગોલી આવાસ યોજનામાં રોજનો ૧ લાખ લીટર પાણીનો જથ્થો મંજુર કરાયોઃ રૂડા વિસ્તારમાં પ હજાર લીટરના-૭ર, ૧૦ હજાર લીટરના-પ૭, તથા ર૦ હજાર લીટરના-૪૪ ફેરા મંજુર કરાયા...

રાજકોટ તા. રરઃ રાજકોટ જિલ્લામાં પીવાના પાણીની તંગીને અનુલક્ષીને જિલ્લા પાણી સમિતિ દ્વારા જન હિતાર્થે ટેન્કરો શરૂ કરવામાં આવ્યા છે. જે અન્વયે રૂડા વિસ્તારમાં પ૦૦૦ લીટર ટેન્કરના ૭ર, ૧૦ હજાર લીટરના પ૭ અને ર૦ હજાર લીટરના ૪૪ ફેરા કરવામાં આવી રહ્યા છે.

મોટામવા ગામમાં ટેન્કરના ૧૦ હજાર લીટર ક્ષમતાના ૩૦ ફેરા ખાનગી સોર્સમાંથી ભરવા મંજુર કરાયા છે. રંગોલી આવાસ યોજનાના એક લાખ લીટર પાણીનો જથ્થો મંજૂર કરાયો છે. આ ઉપરાંત આ ગામે વધુ ૧.ર૦ લાખ લીટર પાણીનો જથ્થો ભરવા મંજૂરી આપી બહાલી અપાઇ છે. પાણીની વિકટ પરિસ્થિતિને ધ્યાને લઇ પ.ર૦ લાખ લીટર પાણી ટેન્કરથી આપવા છતાં પાણીની વધુ જરૂરિયાતને ધ્યાને લઇ વધારાનો ર લાખ લીટર પાણીનો જથ્થો મંજુર કરેલ છે. આમ કુલ ૭.ર૦ લીટર પાણીનો જથ્થો મંજુર થયેલ છે.

માધાપર ગામમાં ટેન્કરના ૧૦ હજાર લીટર ક્ષમતાના ર૦ ફેરા ન્યારા હેડવર્કમાંથી ભરવા મંજુર કરાયા છે. ગ્રામ પંચાયત દ્વારા ન્યારા હેડવર્કમાંથી ભરવા ૧૦ હજાર લીટર ક્ષમતાના પ ફેરાની માગણી થતાં તેને મંજૂરી અને બહાલી અપાઇ છે.

ઘંટેશ્વર ગામમાં ટેન્કરના ૧૦ હજાર લીટર ક્ષમતાના ૧૦ ફેરા ખાનગી સોર્સમાંથી ભરવા મંજુર કરાયા છે. આ ઉપરાંત વધુ જરૂરિયાતના કારણે પ૦ હજાર લીટર પાણીનો જથ્થો ખાનગી સોર્સમાંથી મળી રહેતા તેને મંજૂરી અને બહાલી અપાઇ છે. કોટડા સાંગાણીના ઝુપડપટ્ટી વિસ્તારમાં ૧૦ હજાર લીટર ક્ષમતાના પાણીનો જથ્થો ગ્રામ પંચાયતના સંપમાંથી ભરવા મંજુર કરાયો છે. ટેન્કરના ૧૦ હજાર લીટર ક્ષમતાના ર૦ ફેરા શરૂ કરાયા છે.

વિંછિયા તાલુકાના અજમેર ગામમાં સીમ શાળા વિસ્તારમાં ટેન્કરના ૧૦ હજાર લીટર ક્ષમતાના ર ફેરા તેમજ ગામના વિસ્તાર માટે ટેન્કરના ૧૦ હજાર લીટર ક્ષમતાના ર ફેરાને મંજૂરી અને બહાલી અપાઇ છે. તેમ કાર્યપાલક ઇજનેરશ્રીની યાદીમાં જણાવાયું છે.

(10:20 am IST)