Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

લોકડાઉનનું ચુસ્તપાલન કરાવનાર શ્રેષ્ઠ સોસાયટીઓને પોલીસ દ્વારા પ્રોત્સાહીત કરાઇ

રાજકોટ : વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ના રોગને વૈશ્વિક મહામારી  જાહેર કરલ છે. જે અન્વયે સમગ્ર ગુજરાત રાજયમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે આ લોકડાઉનની અમલવારી સખ્ત પણે થાય તે માટે  પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ , સયુંકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ , નાયબ પોલીસ કમિશ્નર રવી મોહન સૈની  ઝોન-૧, નાયબ પોલીસ કમિશ્નર મનોફરસિહ જાડેજા ઝોન-૨ નાઓના માર્ગદર્શન અને સુચના હેઠળ સમગ્ર રાજકોટ શહેર પોલીસ કાર્ય કરી રહી છે.   શહેર પોલીસ આ લોકડાઉનનુ ચુસ્તપણે પાલન રાજકોટ શહેરી જનો પાસે કરાવી રહી છે જેમાં લોડાઉનના નિયમનુ ઉલંદ્યન કરનાર વ્યકિતઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જેમાં જાહેરનામા ભંગના કેસો તથા વાહનો ડીટેઇન કરવામાં આવેલ છે.  શહેર પોલીસે આ લોડાઉન દરમ્યાન સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત  ડ્રોન દ્રારા મોનીટરીંગ, સી.સી. ટીવી કેમેરા દ્વારા મોનીટરીંગ, ખાનગી વાહનો દ્રારા મોનીટરીંગ,ધાબા પોઇન્ટ દ્રારા મોનીટરીંગ, પોલીસ સહરક્ષકની નિમણુક વિગેરેની કામગીરી કરવામાં આવેલ છે. શહેર ના તમામ પોલીસ સ્ટેશન તથા ડી.સી.બી. એસ.ઓ.જી. તથા ટ્રાફીક શાખાના ઇન્ચાર્જ અધિકારીઓ દ્રારા અલગ-અલગ અભિગમ અપનાવી આ લોકડાઉન દરમ્યાન અલગ-અલગ રીતે સારી કામગીરી કરવામાં આવેલ છે. જે બદલ તેઓને  શહેરના પોલીસ કમિશ્નર   મનોજ અગ્રવાલ દ્વારા પ્રશંસાપત્ર આપી પ્રોત્સાહીત કરવામાં આવેલ છે.  શહેરના પોલીસ સ્ટેશનોને ૪ ડીવીઝનોમા વંહેચવામાં આવેલ છે. રાજકોટ શહેર શહેર પોલીસની કામગીરીને આ લોડાઉન દરમ્યાન રાજકોટ વાસીઓએ વિવિધ પ્રકારે બીરદાવેલ છે. રાજકોટ શહેરના ૪ ડીવીઝનોમાંથી પ્રત્યેક ડીવીઝનમાંથી એક-એક શ્રેષ્ઠ સોસાયટી કે જેણે લોકડાઉન-૩ દરમ્યાન લોકડાઉનનો ચુસ્તપણે અમલવારી કરેલ હોય તેને બીરદાવવાનુ નકકી કરી આ શ્રેષ્ઠ સોસાયટીઓ નકકી કરવા માટે એક કમીટી રચવામાં આવેલ છે અને તેમાં ૧૩ જેટલા જુદા-જુદા ક્રાઇટેરીયાઓ નકકી કરવામાં આવેલ છે. આ ક્રાઇટેરીયાઓચુસ્તપણે પાલન કરેલ સોસાયટીને શ્રેષ્ઠ સોસાયટી ઘોષીત કરી અને તેમને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહીત કરવામાં આવેલ છે. જેમાં કમીટી દ્વારા જે ચાર સોસાયટીઓ જાહેર કરવામાં આવેલ છે  ઝોન-૧ વિસ્તારમાં તીર્થ સોસાયટી ૮૦ ફુટ રોડ કુવાડવા રોડ અને સુરભી રેસીડન્સી કોઠારીયા રોડ રાજકોટ. ઝોન-ર વિસ્તારમાં પર્ણકુટીર સોસાયટી અને માધવ વાટીકા સોસાયટી નિર્મલા કોન્વેન્ટ રોડનો સમાવેશ થાય છે. રાજકોટ શહેરીજનોએ આ લોકડાઉન દરમ્યાન સંયમ રાખેલ છે અને પોલીસની કામગીરીને સહકાર આપેલ છે જે ચાલુ રાખવા જણાવવામાં આવે છે.

(3:58 pm IST)