Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

હત્યાનો ભોગ બનનારા રાજેશના દાદાને ડીસીપી મનોહરસિંહએ પાણી પીવડાવ્યું

રાજકોટઃ માણેકવાડાના વણકર યુવાન રાજેશની હત્યામાં ન્યાયની માંગણી સાથે દલિત સમાજના આગેવાનો હોસ્પિટલ ચોકમાં પહોંચ્યા હતાં અને ચક્કાજામ કર્યા હતાં. ડીસીપી મનોહરસિંહ જાડેજા, ડે. કલેકટર શ્રી પંડ્યા સહિતે આગેવાનોને સમજાવ્યા હતાં. આગેવાનો લાખાભાઇ સાગઠીયા, વશરામભાઇ સાગઠીયા, નરેશ સાગઠીયા સહિતે ૨૪ કલાકમાં માંગણીઓ નહિ સ્વીકારાય તો ગુજરાતભરમાં ચક્કાજામ કરવામાં આવશે તેમ જણાવી હાલ તુર્ત ચક્કાજામ પુરા કર્યા હતાં અને જ્યાં સુધી માંગણીઓ ન સ્વીકારાય ત્યાં સુધી લાશ નહિ સંભળાય તેવો નિર્ણય કર્યો હતો. આ વખતે ડીસીપી મનોહરસિંહ જાડેજાએ હત્યાનો ભોગ બનેલા યુવાન રાજેશના દાદાને પાણી પીવડાવી શાંત પાડ્યા હતાં (ફોટોઃ સંદિપ બગથરીયા)

(4:21 pm IST)
  • આતંકી હુમલા છતા અમરનાથ યાત્રાનું આકર્ષણ યથાવત :રજિસ્ટ્રેશનમાં વધતી ભીડ :આતંકવાદીઓ સાથે પથ્થરાબાજો પણ યાત્રાને નિશાન બનાવવાની તૈયારીમાં :30થી 50 આતંકીઓ ઘુસી આવ્યાની પૃષ્ટિ access_time 8:29 pm IST

  • માત્ર વંદેમાતરમ અથવા જયહિઁદ કરવું દેશભક્તિ નથી :ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ચેતવ્યા : બંધારણને નબળું નહિ પાડો :એક દીક્ષાંત સમારોહમાં સંબોધિત કરતા ઉપરાષ્ટ્રપતિએ એ વાત પર ભાર મુક્યો કે માત્ર વંદેમાતરમ અને જયહિન્દ બોલાવથી દેશભક્તિ સાબિત થતી નથી access_time 1:10 am IST

  • રામ નાઈક, કેસરીનાથ ત્રિપાઠી, મૃદુલા સિન્હા, પી. સદાશિવમ્, સી.વી. રાવ, કલ્યાણસિંહ વગેરે ૨૦૧૪થી રાજભવનમાં છે : વજુભાઈ વાળા, ઓ.પી. કોહલી સહિતના રાજ્યપાલોની મુદ્દત પુર્ણ થાય છેઃ કાલના પરિણામ પર ભાવિ નિર્ભર : કેન્દ્રમાં સરકાર યથાવત રહે તો ફરી રાજ્યપાલ પદે નિમણૂક મેળવવાની તક, સરકાર બદલાય તો રાજભવનમાંથી વિદાય નક્કીઃ આનંદીબેન ૧૬ મહિનાથી મધ્યપ્રદેશમાં રાજ્યપાલ પદે છે access_time 1:17 pm IST