Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

હાર્ડવર્ક નહીં... સ્માર્ટ વર્કઃ સર્વેાદય સ્કૂલમાં વર્કશીટ સીસ્ટમથી અભ્યાસ

શિક્ષણ પધ્ધતિમાં ફેરફાર કરાતાં સર્વેાદય સ્કૂલનું સીબીએસસીનું છેલ્લા ૧૦ વર્ષથી સો ટકા પરિણામઃ ભાર વગરના ભણતરની થિયરીના સારા રીઝલ્ટથી ૧૯૯૫માં માત્ર ૬૦ વિધાર્થીથી શરૂ થયેલી શાળામાં હાલ ૮ હજારથી વધુ સ્ટુડન્ટ

રાજકોટ, તા.૨૨: ' હાલનો જમાનો હાર્ડવર્ક નહીં પરંતુ સ્માર્ટ વર્કનો છે' તે વાતનો સ્વીકાર રાજકોટ કે ગુજરાતની કોઈ સ્કૂલના સંચાલકોએ કર્યેા નથી પરંતુ ગોંડલ રોડ ઉપર ૧૯૯૫માં માત્ર ૬૦ વિધાર્થીઓથી શરૂ થયેલી સર્વેાદય સ્કૂલના સંચાલકોએ આ વાત સ્વીકારીને શિક્ષણમાં વર્કશીટ સીસ્ટમ દાખલ કરી છે. સમગ્ર ગુજરાતમાં એકમાત્ર  સ્કૂલમાં વર્કશીટ સીસ્ટમથી વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે અને તેમાં ઉત્ત્।રોત્ત્।ર સારા પરિણામથી પ્રેરાઈને આજે આ સ્કૂલમાં ૮ હજારથી વધુ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. માત્ર એક સ્કૂલના સ્થાને હાલ ૮ યુનિટ કાર્યરત છે.

સર્વેાદય એયુકેશનલ સીસ્ટમના સ્થાપક ભરતભાઈ ગાજીપરા મુળભૂત શિક્ષક હોવાથી તેને શિક્ષણક્ષેત્રમાં કંઈક નવું લાવવું જોઈએ તેવી ઝંખના હતી. નોકરી કરતાં હતા ત્યારે આ વાત શકય ન હતી પરંતુ ૧૯૯૫માં તેમણે ગોંડલ રોડ ઉપર સર્વેાદય સ્કૂલની સ્થાપના કરી અને વર્કશીટ સીસ્ટમ દાખલ કરતાં તેના સારા પરિણામો મળી રહ્યા છે. ભરતભાઈ ગાજીપરાના જણાવ્યા મુજબ છેલ્લા ૬ વર્ષથી સર્વેાદય ગ્રુપની શાળાઓમાં વર્કશીટ સીસ્ટમ અમલમાં છે. ગઈકાલે જાહેર થયેલા ધો.૧૦ના પરિણામોમાં આ સ્કૂલના ૪૯ વિદ્યાર્થીઓને ૯૯ કે તેથી વધુ પીઆર મળ્યા છે અને બોર્ડમાં ઝળકયા છે.

ભરતભાઈ ગાજીપરાએ જણાવ્યું હતું કે, પ્રથમ વર્ષે માત્ર પાંચ, બીજા વર્ષે ૧૧, ત્રીજા વર્ષે ૨૩, ચોથા વર્ષે ૩૩, પાંચમા વર્ષે ૪૩ અને આ વર્ષે ૪૯થી વધુ વિદ્યાર્થીઓને ૯૯થી વધુ પીઆર મળ્યા છે અને બોર્ડમાં ઝળકયા છે. સૌથી વધુ નોંધપાત્ર બાબત તો એ છે કે, છેલ્લા ૧૦ વર્ષથી આ સ્કૂલમાં સીબીએસઈના અભ્યાસક્રમ ભણાવવામાં આવે છે અને દસે દસ વર્ષ આ સ્કૂલનું સીબીએસઈનું બોર્ડનું પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે.

વર્કશીટ મુજબ જો વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે તો માત્ર બે બૂકની જરૂર પડે અને ભાર વગરનું ભણતર શકય બને તેમ જણાતાં ભરતભાઈ ગાજીપરાએ કહ્યું હતું કે, મારે આ સંદર્ભે નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેની સાથે વાત થઈ હતી અને તેમણે શિક્ષણ વિભાગના સચિવોને આ પેટર્ન સમજવા અને ગુજરાતમાં લાગુ કરવા માટે જણાવ્યું હતું પરંતુ ત્યારબાદ  પ્રોજેકટની અમલવારી સ્ટેટ લેવલે શકય બની નથી. વર્કશીટ સીસ્ટમ પ્રોજેકટ સંદર્ભે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના પ્રકાશન 'શિક્ષણ પરીક્ષણ'માં પણ વિસ્તૃત લેખ પ્રસિધ્ધ થયો હતો. આ પ્રોજેકટ અમલમાં મુકતા પહેલાં તમામ શિક્ષકોને તેની તાલીમ આપવામાં આવી હતી.

પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં સારું પરિણામ મળ્યા બાદ હવે સર્વેાદય ગ્રુપ દ્વારા કોલેજ પણ શરૂ કરવામાં આવી છે અને તેમાં બીએસસી, પીજીડીસીએ અને બીએસસી સાયન્સના કોર્સ ભણાવવામાં આવે છે તેમ પણ ભરતભાઈ ગાજીપરાએ જણાવ્યું હતું.

(4:08 pm IST)